Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વધુ એક મહાભારત

વધુ એક મહાભારત
P.R
મહાભારતે ફિલ્મકારોને હંમેશા આકર્ષિત કર્યા છે. કેટલીય વાર તેને મોટા અને નાના પડદાં પર બતાવવામાં આવ્યુ છે છતાં તેના પ્રત્યેનો મોહ ન તો દર્શકોમાં કે ન તો ફિલ્મકારોમાં ઘટ્યો છે. તેઓ વારંવાર આને જોવા અને બતાડવા માંગે છે.

'મહાભારત' એક વાર ફરી ટીવી ચેનલ સ્ટાર પ્લસ પર આવવાની છે. બોબી બેદી, ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અમરદીપ બહલ, ફારૂખ ઘોડી, રંજીત કપૂર, અને તલવીન સિંહ જેવા દિગ્ગજ મલીને આને દર્શકોની સામે રજૂ કરવાના છે.

મહાભારતની વાર્તા મોટાભાગના લોકોને ખબર છે, છતાં લોકોમાં તેના પ્રત્યેનુ આકર્ષણ ઓછુ નથી થતુ. આ વાતને ધ્યાનમાં રખીને તેને ફરી નાના પડદા પર રજૂ કરવામાં આવી રહ્યુ છે.

આજના સમયમાં ટેકનીક ખૂબ જ વિકસિત થઈ ગઈ છે, તેથી આ 'મહાભારત' ઘારાવાહિકમાં કમ્પ્યૂટર, ગ્રાફિક્સ અને એનિમેશનનો ઉપયોગ જોવા મળશે. જેનાથી આ વાર્તાનો પ્રભાવ વધી જશે.

સિરીયલના નિર્માતા બોબી બેદી જે બેંડિટ ક્વીન, ફાયર, મકબૂલ અને મંગલ પાંડે જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે નુ કહેવુ છે કે 'મહાભારતની વાર્તા કેટલીય વાર બતાવવામાં આવી ચૂકી છે, અને મારુ માનવુ છે કે આ વાર્તાને એક વાર ફરીથી બતાવવી જરૂરી છે. ટેકનીકલ મદદથી અમારુ 'મહાભારત' અત્યાર સુધીની સીરિયલો કે ફિલ્મો કરતાં વધુ પ્રભાવશાળી જોવા મળશે.

webdunia
P.R
આ સીરિયલનુ નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરશે. દ્વિવેદી નિર્દેશિત ધારાવાહિક 'ચાણક્ય'(1991-92)ને અપાર લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તેમણે શિવાજી સાવંતની ધારાવાહિક 'મૃત્યુંજય' પર ધારાવાહિક બનાવી. તે સિવાય તેમણે 'પિંજર' નામની ફિલ્મ બનાવી.

દ્વિવેદીના મુજબ તેઓ આજના મેટ્રોના યુગમાં આ સીરિયલન એ રજૂ કરવા માટે સખત મહેનત કરશે. મહાભારતની વાતો આજે પણ પ્રાસંગિક છે. તેના દ્વારા અમને ઘણી વાતો શીખવા મળે છે.

તો રાહ જુઓ, આ સીરિયલ ટૂંક સમયમાં જ આવવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati