બોલીવુડના પ્રખ્યાત પોપ સિંગર મીકા સિંહ સામે તેમના એક સમર્થકે ઈન્દ્રપુરી પોલીસ સ્ટેશનમાં મારપીટનો કેસ દાખલ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડૉકટ્રર મીકાને કંઈક અશ્લિલ ઈશારા કરી રહ્યા હતા. મીકાની સામે દાખલ કરવાના માણસનું નામ શ્રીકાંત છે. શ્રીકાંત રોહિણી સ્થિત આંબેડકર હોસ્પીટલમાં ડોકટર છે.
પોલીસના જણાવ્યા મુજબ પૂસા સંસ્થાનમાં શનિવારે રાતે સંગીત સાથે જોડાયેલા કાર્યક્ર્મ આયોજીત કરવામા% આવ્યો હતો. આ કાર્યક્રમાં મીકાના સ્ટેજ શોનો સમાવેશ થયો છે. ઘણી સંખ્યામાં મીકાના ચાહકો આસ શોને જોવા માટે પહોચ્યા હતા. મીકા જ્યારે સ્ટેજ પર પોતાના ગીતો ગાવ પહોંચ્યા ત્યારે શ્રીકાંત જોશમાં સ્ટેજ પર પહોંચ્યા અને મીકા સાથે હાથ મિલાવવાની કોશિશ કરી . નવાઈની વાત તો આ છે કે પોતાના જ પ્રશંસકોનો આ વ્યવહાર જોઈ મીકીએ ગુસ્સામાં આવીને શ્રીકાંતના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો.
આરોપ તો એ પણ છે કે મીકાને મારતા જોઈ સ્ટેજ પર આસપાસ હાજર બાઉંસર્સે પણ શ્રીકાંતની ધુલાઈ કરી દીધી. આ વ્યવહારથી શ્રીકાંતે ઈન્દ્ત્પુરી પોલીસ સ્ટેશનમાં જઈને મીકા સિંહે સામે કેસ દાખલ કર્યો છે. સૂત્રોને માનીએ તો ડાક્ટર શ્રીકાંતે કાર્યક્ર્મ દરમ્યાન અશિલિલ હરકતો કરી હરી . જો કે પોલીસ હજુ પન તપાસ કરી રહી છે. જો કે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે અને કાર્યક્રમાં હજાર લોકો પાસેથી જાણકારી મેળવી રહી છે.