'ક્યાં આપ પાંચવી પાસ સે તેજ હૈ ?' કાર્યક્રમ રજૂ થવામાં બસ હવે ગણતરીના દિવસો જ રહી ગયા છે. લોકોનો ઉત્સાહ દિવસો દિવસ વધી રહ્યો છે. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે આ કાર્યક્રમ્ની ટીમ દેશના વિવિધ શહેરોમાં હરીફોને શોધવા નીકળી.
દરેક શહેરમાં મોટી સંખ્યામાં લોકો ઓડિશનનું રજિસ્ટ્રેશન કરવા આવ્યા. સિલેક્શન કમિટીની સામે હરીફોને પસંદ કરવા એ ખૂબ જ મુશ્કેલ હતુ. સમાજના દરેક વય અને વર્ગના લોકો ઓડિશન આપવા માટે આવ્યા હતા. જેમાં પાયલેટ, શિક્ષક, વકીલ, સોફ્ટવેયર ઈંજીનિયર, ડોક્ટર, સંગીતકાર, ગાયક અને અભિનેતા પણ જોડાયા હતા.
આ કાર્યક્રમની ટીમ ભોપાલ, બેંગલોર, દિલ્લી, મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં જઈ ચૂકી છે અને બધી જગ્યાએ તેમને દર્શકોની સારી પ્રતિક્રિયા મળી છે. બધાના મોઢા પર પાંચ કરોડ રૂપિયા જીતવાનો વિશ્વાસ જોવા મળી રહ્યો હતો.
કેટલાક લોકોનુ માનવુ છે કે આ કાર્યક્રમ તો ડાબા હાથનો ખેલ છે. પણ તેમને એ સાબિત કરવુ પડશે કે તેઓ 'પાંચવી પાસ સે તેજ હૈ'.