'કલર્સ' ચેનલના કાર્યક્રમો
નવી ચેનલ 'કલર્સ' પર અક્ષય કુમાર નુ 'ફિયર ફેક્ટર : ખતરો કે ખિલાડી' સિવાય પણ થોડા વધુ શ્રેષ્ઠ કાર્યક્રમ પણ જોઈ શકાય છે. આ કાર્યક્રમોને બધી વયના લોકો અને દરેક વર્ગના દર્શકો પસંદ કરશે, એવુ કહેવાય છે. સાજિદ સુપરસ્ટાર્સ
આ નામ છે સાજિદ ખાનને માટે શો નુ. સાજિદ ખાન પોતાના હાજર જવાબી ને કારણે બોલીવુડમાં ઓળખાય છે. બોલીવુડની દરેક વ્યક્તિ તેમનો નિશાનો બને છે. આ શો ની શરૂઆત થાય છે 'હે બેબી'ના ગીતથી જેમાં રિતેશ દેશમુખ પણ જોવા મળશે. અક્ષય કુમાર, સંજીવ કુમાર અને કાદર ખાનની મિમિક્રી બતાવતા રિતેશ જોવા મળશે. સાજિદ અને રિતેશની વચ્ચે પાકી મિત્રતા છે. જ્યારે સાજિદે રિતેશને પૂછ્યુ કે શુ તેઓ 'ગે' છે, આ સાંભળી રિતેશે તરત જ સ્ટેજ છોડી દીધુ. શુ તેમની વચ્ચે મૈત્રી પૂરી થઈ ગઈ. બંધન સાત જન્મો કા '
બંધન સાત જન્મો કા'ની વાર્તા ભાવનાઓથી ભરેલી છે. વાર્તા છે લખનૌ શહેર રહેનારી જાહ્નાવી અગ્રવાલની. તે એક સમજદાર, બુધ્ધિમાન અને પરિપક્વ છોકરી છે. જાહ્નવીના સપનાં ત્યારે તૂટી જાય છે જ્યારે તેનુ લગ્ન થઈ જાય છે.તેનુ આગળ ભણવાનું સપનું અધુરુ રહી જાય છે. પરિસ્થિતિ ત્યારે ખરાબ થઈ જાય છે જ્યારે વાત દહેજને લઈને ઉભી થાય છે. જય શ્રી કૃષ્ણ
'જય શ્રી કૃષ્ણ'માં ભગવાન શ્રીકૃષ્ણની નટખટ ગતિવિધિઓને બતાવવામાં આવશે. તેમના જન્મથી લઈને ગોકુળ સુધી જવાની અને 'માખન ચોર' બનવાની બધી ઘટનાઓને જોવી ઓછી રોચક નથી.