Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પદ્મારાણીનુ નિધન

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પદ્મારાણીનુ નિધન
અમદાવાદ. , સોમવાર, 25 જાન્યુઆરી 2016 (14:51 IST)
ગુજરાતી ફિલ્મો અને નાટકોના જાણીતા કલાકાર પદ્મારાણીનું આજે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પદ્મારાણીએ 1961માં 'નરસૈયાની હુંડી' થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ પુનામાં મધ્ય્મવર્ગીય મરાઠી પરિવારમાં જન્મયા હતા. જો કે તેમનો ઉછેર વડોદરામાં થયો હતો. 

ગઇ કાલે સાંજે તેમની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરાયાં હતાં એમ એમની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું. યોગાનુયોગે આજે તેમનો બર્થ ડે પણ હતો. જન્મ તારીખેજ  ચિરવિદાય લેવાની એમની આખરી એક્ઝિટ રંગભૂમિના તમામ ખેલંદા સદા યાદ રાખશે.
 
એમણે આમ તો સેંકડો નાટકો અને એડ ફિલ્મો કરી હતી. પરંતુ એમને યાદ કરનારા આજે પણ 'બા રિટાયર થાય છે' નાટકથી યાદ કરે છે. આ નાટકે સતત પાંચસોથી વધુ હાઉસફૂલ શો કરેલા અને એના પરથી બનેલા હિન્દી નાટકમાં જયા બચ્ચને મુખ્ય રોલ કર્યો હતો. જો કે નાટ્યરસિકોને તો પદ્મા રાણીએ ભજવેલી 'બા'  જ યાદ રહી ગઇ હતી. એમણે અનેક એન્ડોર્સમેન્ટ એડ ફિલ્મો પણ કરી હતી. પદ્મારાણીની વિદાયથી ગુજરાતી રંગભૂમિ રાંક બની છે.
 
 પદ્મારાણી દિલ જેવી હિંદી ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતા મૂળ નાટકોના કલાકાર પદમારાણીનું અંતિમ નાટક 'મારી તો અરજી બાકી તમારી મર્જી'  હતુ.  
 
છેલ્લા કેટલાક સમયથી વાયરલ ફિવરથી પીડાતા પદ્મારાણીને કફ અને ઉધરસ થઈ ગયા હતા અને લોહી પડૅતુ હતુ. જેને કારણે ફેફ્સામાં ગંભીર અસર થઈ હતી. તેમને મુંબઈની વોકાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati