થઈ જશે ફિલ્મ એક એક એવી ફિલ્મ છે જેમાં સામાન્ય વર્ગના લોકોને અમદાવાદ જેવા શહેરમાં પોતાનું ઘર ખરીદવા કેવી મથામણ કરવી પડતી હોય છે. તે વાતને ઉજાગર કરે છે અને દર્શકોને એક સારો મેસેજ આપે છે. આ ફિલ્મની વાર્તા નિરવે ખૂબજ સરસ લખી છે. પરંતું ફિલ્મ ક્રિટિક્સે ફિલ્મના દિગ્દર્શનને નબળું ગણાવ્યું છે. અહીં કહેવું એટલું જ છે કે જે વસ્તુ ક્રિટિક્સને ના ગમે તે દર્શકોને પણ ના ગમે તેવું કેવી રીતે બની શકે.
આ ફિલ્મ જ્યારે રીલિઝ થઈ ત્યારે મોટા ભાગના સિનેમાગૃહો હાઉસફૂલ હતાં, આ ફિલ્મના નિર્માતા અજય પટેલ સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે લોકોને સાથ મળ્યો છે. અને દર્શકોને આ ફિલ્મ ખૂબજ ગમી છે. અમને એવું લાગે છે કે ફિલ્મ સારી કમાણી કરી જશે. ફિલ્મમાં મોટા ભાગના કલાકારો છેલ્લો દિવસ જેવી હીટ ફિલ્મમાં કામ કરી ચૂક્યાં છે અને તેઓ આ ફિલ્મમા પણ સારો અભિનય આપી ચૂક્યાં છે.
ખાસ કરીને જોઈએ તો યુવા વર્ગ પણ હાલમાં આ ફિલ્મ જોવા માટે સિનેમાહોલની ટિકીટ બારી પર લાઈનમાં ઉભો રહેલો દેખાય છે. ત્યારે આ ફિલ્મ નબળી કેવી રીતે હોઈ શકે, એક સમયે જે યુવા વર્ગને ગુજરાતી ફિલ્મો પ્રત્યે સૂગ હતી તે આજે ગુજરાતી ફિલ્મ જોવા માટે ટિકિટ લેવા લાઈનમાં ઉભો રહ્યો છે શું આ આપણી પ્રાદેશિક ફિલ્મની દીશામાં ક્રાંતિનો પવન નથી,
જો ફિલ્મ અને તેની વાર્તા સારી હશે તો તેને દર્શકો ચોક્કસ મળવાના છે, જે આ ફિલ્મમાં જોવા મળ્યું છે. આખરે એક જ વસ્તુ કહેવી છે કે જેણે ખાઘું એણે જ ખોધ્યુ, એના કરતાં સારૂ એ છે કે જેણે જોયું એને શું માણ્યું. ફિલ્મ સારી જ છે આમાં કોઈ બે મત નથી. દર્શકોને ગમે એ વસ્તુ સો ટકા સારી જ હોય પણ ક્રિટિક્સોને ગમે એ સારી અને ના ગમે એ ના સારી હોય એવું ક્યારેય ના બને. દર્શક ફિલ્મો માટે સૌથી મોટો ક્રિટિક્સ છે.