સૌદર્યની મલ્લિકા અને બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન આજે 41 વર્ષની થઈ ગઈ. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની વહુ એશ્વર્યા દુનિયાની સુંદર મહિલાઓમાંથી એક મનાય છે. એશ્વર્યાનું બોલીવુડ કેરિયર પણ શાનદાર રહ્યુ. અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પછી એશ્વર્યાએ ખૂબ જ ઓછી ફિલ્મો કરી છે પણ આજે પણ તેના ચહેરાનો જાદુ કાયમ છે.
વર્ષ 1994માં વિશ્વ સુંદરીની સ્પર્ધાનો ખિતાબ જીત્યા બાદ એશ્વર્યા ચર્ચામા આવી અને 1997માં તમિલ ફિલ્મ ઈસ્વર દ્વારા પોતાના ફિલ્મી કેરિયરને શરૂઆત કરી.
ત્યારબાદ 1998માં એશ્વર્યાએ જીંસ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડગ માંડ્યા.પણ તેમને સફળતા મળી સંજય લીલા ભંસાલીની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ દ્વારા. એશ્વર્યા પોતાના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે. તેણે અભિષેક બચ્ચન સાથે વર્ષ 2007માં લગ્ન કર્યા છે. તેની એક સુંદર પુત્રી આરાધ્યા પણ છે જે હવે ત્રણ વર્ષની થઈ ચુકી છે.
એશ્વર્યાએ બોલીવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. જેમા દેવદાસ, ગુરૂ ,મોહબ્બતે , તાલ, ધૂમ-2 મુખ્ય છે. એશ્વર્યા પોતાના અભિનય અને હુસ્નથી હંમેશા દર્શકોના દિલો પર રાજ કરતી આવી છે. કોંસ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપનારી એશ્વર્યાનો જાદુ આજે પણ કાયમ છે. દર્શકોને આશા છે કે તે એકવાર ફરી રૂપેરી પડદે આવે અને પોતાના અભિનય દ્વારા મનોરંજન કરે.