Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મનોજ જોષી- હિતુ કનોડિયાનું વિશેષ સન્માન- ‘‘રોંગ સાઇડ રાજૂ’’ ના નિર્માતાને રૂ. ૧ કરોડની સબસીડી મળી

મનોજ જોષી- હિતુ કનોડિયાનું વિશેષ સન્માન- ‘‘રોંગ સાઇડ રાજૂ’’ ના નિર્માતાને રૂ. ૧ કરોડની સબસીડી મળી
, ગુરુવાર, 18 મે 2017 (17:36 IST)
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી  ફિલ્મોને અન્ય ભાષાની સમકક્ષ વિશ્વ પ્રતિષ્ઠા અપાવવા રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતી ફિલ્મોમાં સમયાનુકુલ બદલાવ સાથે યુવા કલાકાર-કસબીઓ-દિગ્દર્શકોની નવી પેઢીના સહયોગથી ગુજરાતી ફિલ્મોની પ્રતિષ્ઠા વધુ ઊંચે લઇ જવાની રાજ્ય સરકારની નેમ છે.  રૂપાણીએ રાષ્ટ્રીય ચલચિત્ર પારિતોષિક વિજેતાઓના અભિવાદન સમારોહ હેઠળ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ રોંગ સાઇડ રાજૂની નિર્માણ સંસ્થાને રાજ્ય સરકારની ચલચિત્ર પ્રોત્સાહક નીતિ અન્વયે રૂ. એક કરોડનો ચેક અર્પણ કર્યો હતો. રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતી ફિલ્મોને-ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન-સહાય પ્રેરણા માટે રાજ્ય સરકારનું મન ખૂલ્લું છે અને સૌના સહયોગથી ગુજરાતી ચલચિત્ર જગતને નવા મૂકામ પર લઇ જવું છે. 
webdunia

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રૂપાણીએ આ ફિલ્મના કલા કસબીઓ, નિર્માતા, દિગ્દર્શક અભિનેતા વગેરેને પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિચિન્હથી સન્માનિત કર્યા હતા. તેમણે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર મરાઠી ફિલ્મ દશક્રિયા માટે મેળવનારા મૂળ ગુજરાતી વરિષ્ઠ અભિનેતા મનોજ જોષી અને ર૦૧૭નો દાદા સાહેબ ફાળકે ફાઉન્ડેશનનો શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ મેળવનારા યુવા અભિનેતા હિતુ કનોડીયાનું વિશેષ સન્માન અભિવાદન કર્યુ હતું.

 રૂપાણીએ ઉમેર્યુ કે ગુજરાતી ફિલ્મોનો વ્યાપ વધે તથા ગુજરાતી નિર્માતા, દિગ્દર્શકો, કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકારે ચલચિત્ર નિર્માણ પ્રોત્સાહન નીતિ ઘડી છે. આ ફિલ્મ ઊદ્યોગમાં નવા વિચારો, નવી ટેકનોલોજી નવા પરિમાણોથી યુવાશકિત વિશેષ પ્રમાણમાં પ્રેરિત થઇને ફિલ્મ નિર્માણ-દિગ્દર્શન જેવા ક્ષેત્રે જોડાય તેવી સરકારની મનસા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.  આવા રાષ્ટ્રીય સ્તરના એવોર્ડઝ પ્રાપ્ત ફિલ્મોમાંથી પ્રેરણા લઇને અન્ય યુવા કલાકાર-કસબીઓ માત્ર ગુજરાતી ફિલ્મો પુરતી કારકિર્દી સિમીત ન રાખતાં અન્ય ભાષાઓમાં પણ અભિનય, કલા-કસબના ઓજસ પાથરે તે સમયની માંગ છે.

આ પ્રસંગે સન્માન પ્રતિભાવ આપતાં મનોજ જોષીએ પોતાની માતૃભૂમિ ગુજરાતમાં તેમને મળી રહેલા આ ગૌરવ સન્માનને વિશ્વના અન્ય કોઇપણ સન્માનથી અદકેરૂં ગણાવ્યું હતું. રોંગ સાઇડ રાજુના નિર્માણ અભિષેક જૈને ગુજરાતી ફિલ્મોને ઓસ્કાર એવોર્ડ નોમીનેશન સુધી પહોચાડવામાં આવા સન્માન નવું બળ પુરૂં પાડશે તેવી શ્રધ્ધા વ્યકત કરી હતી.  હિતુ કનોડીયાએ ગુજરાતી ચલચિત્રોના દિગ્ગજ કલાકારો-કસબીઓના સન્માનથી પ્રેરણા લઇને યુવા કલાકારોનો જોમ-જુસ્સો વધશે તેમ જણાવ્યું હતું.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - એડજસ્ટ