Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બોક્સ ઓફિસ પર કમાલ કરતી અર્બન ગુજરાતી ફિલ્મો

બોક્સ ઓફિસ પર કમાલ કરતી અર્બન ગુજરાતી ફિલ્મો
, બુધવાર, 12 ઑક્ટોબર 2016 (16:20 IST)
ગુજરાતી સિનેમા આમતો એક સમયનો સુવર્ણ કાળ ઘરાવતું હતું. સૌ પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતાના જીવન પર બની અને બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોનો દોર શરૂ થયો, નરસિંહ મહેતા નામની ફિલ્મમાંથી નરસૈયો અને ભક્ત નરસિંહ મહેતા જેવી રિમેકો બની, ત્યાર બાદ બોલિવૂડમાં રંગીન સિનેમાનો યુગ શરૂ થયો બસ એની સાથે સાથેઆપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ વિકસતી ગઈ. 1958માં જાણીતા લેખક ચુનિલાલ મડિયાની વાર્તા પરથી તૈયાર થયેલી લીલુડી ધરતી નામની ફિલ્મ પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ હતી.

ઈ.સ.1965થી લઈને 1995 સુધી અનેક ફિલ્મો બની જેમાં અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ અને મહેશ કનોડિયા, કિરણ કુમાર, સંજીવ કુમાર, આશા પારેખ,સ્નેહલતા, જયશ્રી ટી. રીટા ભાદુરી, અરૂણા ઈરાની, રાગીણી, દિના પાઠક અરવિંદ રાઠોડ જેવા કલાકારોએ આખી ઈન્ડસ્ટ્રીને એક નવી ઓળખ આપી. અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસ સહિત નરેશ મહેશના સંગીતનો જાદુ લોકો પર ચાલ્યો. ઈ.સ 1995 બાદ આ ઈન્ડસ્ટ્રીમાં જાણે શું થયું કે લોકોએ સિનેમામાં ફિલ્મો જોવાનું બંધ કરી દીધું, ફિલ્મો તો બનતી હતી પણ તેને જોઈએ તેટલા દર્શકો મળવાનાં બંધ થઈ ગયાં, આનું સીધુ કારણ થીયેટરોની ખરાબ હાલત અને ફિલ્મોમાં દર્શાવાતુ ગુજરાતનું ગ્રામ કલ્ચર હતું.

1995 બાદ ફિલ્મકારોએ દર્શકોને થિયેટર સુઘી ખેંચી જવાના અનેક પ્રયાસો કર્યાં પણ દર્શકોએ ફિલ્મો જોવાનું જ ટાળ્યું હતું અને બોલિવૂડ તથા હોલિવૂડની ફિલ્મોને ગુજરાતમાં ખાસ મહત્વ અપાયુ. તે સિવાય સાઉથ ઈન્ડિયન ફિલ્મો પણ લોકોને ખૂબ ગમવા માંડી.

ફિલ્મોનો ટ્રેન્ડ બદલાયો: અઢી દાયકાના વિરામ બાદ આખરે બે ફિલ્મો એવી આવી જેણે આખી ઈન્ડસ્ટ્રીઝને ફરીવાર બેઠી કરવાનો પાયો બનાવી દીધો. યુવાન દિગ્દર્શક અભિષેક જૈને દોઢ કરોડ રૂપિયાના બજેટમાં “કેવી રીતે જઈશ’’ નામની ફિલ્મ બનાવી જે દર્શકોને ખૂબ પસંદ પડી, ત્યાર બાદ તેમણે અઢી કરોડના બજેટમાં તૈયાર કરેલી “બે યાર” નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મ 24 ઓગશ્ટ 2014ના રિલીઝ કરવામાં આવી અને તે સુપર ડુપર હીટ સાબિત થઈ. બસ અહીંથી જ ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ફરીવાર શરૂ થયો.

૮૪ વર્ષમાં ૧૨૩૩ ફિલ્મ:૧૯૩૨માં પ્રથમ ગુજરાતી મુવી રિલીઝ થઈ ત્યારથી શરૃ કરીને ૨૦૧૫ સુધીમાં ૧૨૩૩ ગુજરાતી ફિલ્મો બની છે. ૨૦૧૨થી અત્યાર સુધીમાં ૮૦ ફિલ્મો બની છે. અને અત્યારે ૭૦ ફિલ્મો બની રહી છે. તે જોતાં આ દાયકામાં સૌથી વધારે ફિલ્મો બનશે તેમ લાગે છે.

સબસીડી માટે કેવી રીતે થાય છે ગુજરાતી મુવીઝનું મૂલ્યાંકન: સૌપ્રથમ ફિલ્મ સ્ક્રીનિંગ કમીટીના સભ્યો ફિલ્મનું પરિક્ષણ કરે છે. જેટલા ટેકનીકલ વિભાગો માટે મુવીનું પરિક્ષણ કરવામાં આવે છે. અને તે માટે મુવીને માર્કસ આપવામાં આવે છે. ત્યારબાદ તમામ વિભાગોના ગુણની સરેરાશ કાઢવામાં આવે છે અને મુવીને ૮૦ માર્કસમાંથી માર્ક આપવામાં આવે છે. બાદ મુવીની લોકભોગ્યતા ચકાસવા તેના ટિકીટ વેચાણના આંકડા ધ્યાનમાં લેવાય છે. તેના વેચાણ ઉપરથી તેને ૨૦માંથી માર્ક્સ આપવામાં આવે છે.ગુણવત્તાના ૮૦ તેમજ લોકભોગ્યતાના ૨૦ ગુણ મળીને જે કુલ માર્ક્સ થાય તેના પરથી મુવીને ગ્રેડ આપવામાં આવે છે.તેમજ બાળકો માટેની અને વુમન સેન્ટ્રીક મુવીને ફિલ્મના ગ્રેડ ઉપરાંત ૨૫% અપાશે. આ સિવાય અમુક એવોર્ડ મેળવેલા ડિરેક્ટરને મુવી બનાવવા માટે ૧ કરોડ રૂા. સુધીની ગ્રાન્ટ મળવાની પણ જોગવાઈ છે.

84 વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ જગતમાં છેલ્લાં ત્રણેક વર્ષથી જાણે પરિવર્તનનો નવો જ પવન ફૂંકાયો હોય તેમ એક પછી એક એમ 10 અર્બન ગુજરાતી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારા કલેક્શન સાથે લોકોનું ધ્યાન બોલિવૂડથી ગુજરાતી ફિલ્મો તરફ સફળ રીતે ખેંચ્યું છે. ત્યારે મુળ વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં ફિલ્મો બને છે પણ એકેય ફિલ્મ ક્યારે રિલીઝ થાય છે અને ક્યારે ઉતરી જાય છે તેની દર્શકોને જાણ નથી હોતી. મોટા બજેટની ફિલ્મોનું માર્કેટિંગ સારૂ હોય એટલ તે ફિલ્મ સિનેમામાં બે સપ્તાહ સુધી ચાલે છે. પરંતુ હજી પરિસ્થિતિમાં પરિવર્તન આવવા છતાંય ગુજરાતી ફિલ્મો સાઉથ ઈન્ડિયન અને મરાઠી સિનેમાના લેવલ સુધી ક્યારે પહોંચશે એ કહેવું મુશ્કેલ છે. 
webdunia

‘ગુજરાતી ફિલ્મોના વિવેચક અને લેખક પ્રો, કાર્તિકેય ભટ્ટ કહે છે કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માં છેલ્લા ૧૦ વર્ષ માં ૧૦૦ ગણો ધંધો વધી ગયો છે પાંચ સાત કરોડનું ટર્ન ઓવર હવે 50થી 60 કરોડનું થઈ ગયું છે. 

webdunia

 

ફિલ્મોના માર્કેટિંગ અને નેટવર્કિંગનું મહત્વનું કામ સંભાળતા ચેતન ચૌહાણ (પ્રમોશન રેડિફાઈનેડ) કહે છે કે,  નવા આઈડિયા અને ઈનોવેશન્સને લઈને આ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મોનું માર્કેટિંગ એક મહત્વનું પાસુ છે.

webdunia


  ફિલ્મ નિર્માતા જીગ્નેશ શાહ કહે છે કે, ગુજરાતી ફિલ્મો હવે અર્બન મુવીના નવા અવતારમાં આગળ વધી રહી છે. પ્રોડ્યુસરોને એક નવી તક મળી છે પણ ફિલ્મના દર્શકોને હજી રીઝવવા કાઠા છે.  પુરતુ બજેટ વાપર્યા પછીય ક્યારેક ફિલ્મ નથી ચાલતી  તનચૌ હા (પ્રમોશન રેડિફાઈનેડ) કહે છે કે,  નવા આઈડિયા અને ઈનોવેશન્સને લઈને આ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મોનું માર્કેટિંગ એક મહત્વનું પાસુ છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિતાભ બચ્ચનના 74 મા જન્મદિવસે જાણો તેમના વિશે 74 રસપ્રદ વાતો