૨૦ વર્ષ પછી ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો
, મંગળવાર, 26 માર્ચ 2013 (16:30 IST)
૨૦ વર્ષ પછી ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. ગુજરાતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ધ ગુડ રોડ' ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ ગુજરાતના હાઈવે પર શૂટ કરવામાં આવી છે અને આ ફિલ્મમાં પતિ-પત્ની અને બાળકના સંબંધોની વાત કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ કચ્છ અને ધોરડો રોડ પર થયું છે. છેલ્લે ગુજરાતી ફિલ્મ ‘માનવીની ભવાઈ'ને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ હજી સુધી થિયેટરમાં રીલિઝ થઈ નથી. ડિરેક્ટરે નેશનલ ફિલ્મ ડેવલોપ્મેન્ટ કોર્પોરેશન પાસેથી ફિલ્મને થિયેટરમાં રીલિઝ કરવાની પરવાનગી માંગી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે આ એક આનંદની વાત છે. ગુજરાતી ફિલ્મને એવોર્ડ મળતાં નવા ગુજરાતી ફિલ્મમેકર્સ માટે આ વાત પ્રેરણા આપનારી છે.