Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સારેગામાપાના લિટલ ચેમ્પસ સાથે વાતચીત

સારેગામાપાના લિટલ ચેમ્પસ સાથે વાતચીત
વૈશાલી રાયકવાર - શો દરમિયાન મને એટલુ સારુ વાતાવરણ અને સારા મિત્રો મળ્યા જેટલા પહેલા કદી ન મળ્યા. જીત અને હાર કરતા વધુ મહત્વનુ છે મારી માટે રિયલિટી શોના વાતાવરણનું. શો દરમિયાન બધુ જ ઘર જેવુ લાગે છે. મમ્મી પપ્પાની યાદ આવે છે. વારેઘડીએ તો ઘરે નથી જઈ શકતીને.
N.D


મો.આમિર હાફિજ - મને અને મારા માતા પિતાને એ વાતની ખુશી છે કે આટલા ઓછા સમયમાં મને આટલી ઓળખ મળી. સૌથી મોટી વાત છે કે મને જે લોકોનો સાથ મળી રહ્યો છે તેમને મળવા માટે લોકોને લાંબી રાહ જોવી પડે છે. સોનૂ નિગમ અને વાડકરજી પાસેથી શીખી રહ્યો છુ એ મોટી વાત છે.

તન્મય ચતુર્વેદી - શો માં બધા સારુ ગાય છે. બધા સખત મહેનત કરી રહ્યા છે. કદી કદી એ વાતની બીક લાગે છે કે આ વખતે મને બહાર જવુ પડશે. મને ગીત-સંગીત સાથે વધુ પ્રેમ છે અને ખાવા સાથે ઓછો. મને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મધુવનમે રાધિકા જરૂર ગાઉ છુ. મને સેટ પર સૌથી વધુ પપ્પાની યાદ આવે છે.

સ્મિતા નંદી - શો દરમિયાન હંમેશા સારૂ લાગે છે, પણ જયારે કોઈ બહાર નીકળે છે ત્યારે ઘણું દુ:ખ થાય છે. આટલા સમયથી અમે બધા સાથે હતા તેથી એકબીજા સાથે ઘણી લાગણી બંધાઈ ગઈ છે. પબ્લિક વોટિંગને માટે કરવામાં આવતા એસએમએસથી પણ બીક લાગે છે. જેમ જેમ શોથી બહાર થવાનો સમય આવે છે તેમ તેમ હૃદયના ધબકારા વધવા માંડે છે.

Share this Story:

Follow Webdunia gujarati