Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દીપશિખા અને જીત જુદા પડ્યા

દીપશિખા અને જીત જુદા પડ્યા
P.R
દીપશિખા અને તેમના પતિ જીત ઉપેન્દ્ર છેવટે જુદા થઈ જ ગયા. દસ વર્ષ પહેલા બંનેનુ લગ્ન થયુ હતુ, પણ લગ્નના કેટલાક દિવસો પછી જ તેમના સંબંધો ખરાબ થઈ ગયા. બંનેયે પોતાની તરફથી એક સાથે રહેવાની ઘણી કોશિશ કરી, પણ વાત બની નહી.

છેવટે તેમણે નિર્ણય કર્યો કે હવે સાથે રહેવુ મુશ્કેલ છે અને જુદા થવામાં જ ભલાઈ સમજી. દીપશિખા અને જીતને વિધિકા અને વિવાન નામના બે બાળકો છે.

દીપશિખા હાલ ફરી પોતાના કેરિયર પર ધ્યાન આપી રહી ચે. 'ધૂમ ધડાકા' અને 'દહેજ' તેમની આવનારી ફિલ્મ છે. આ સિવાય તેઓ થોડા દિવસો પહેલા ટીવી સિરિયલ 'બા બહુ અને બેબી'માં પણ જોવા મળી હતી.

Share this Story:

Follow Webdunia gujarati