સાત વર્ષોથી લોકપ્રિયતાના ટોચ પર રહેનારી એકતા કપૂર દ્વારા નિર્દેશિત સીરિયલ 'કહાની ઘર ઘર કી' બંધ કરવામાં આવી રહેલ છે. સૂત્રોથી મળેલ સમાચાર મુજબ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આ ધારાવાહિકનો છેલ્લો એપિસોડ રજૂ થશે.
આ સિરીયલને કેમ બંધ કરવામાં આવી રહી છે એ વિશે હાલ કશુ કહેવામાં નથી આવ્યુ. આ સીરિયલ આજે પણ સફળતા પૂર્વક ચાલી રહી છે. અને લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેની વાર્તાને આગળ ખેંચવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધારાવાહિકનો અંત એવો કરવામાં આવશે કે જરૂરી લાગ્યુ તો તેને ફરીથી શરૂ કરવામાં આવશે. આ સીરિયલના બધા પાત્રો ખૂબ જ લોકપ્રિય છે. ધારાવાહિકની મુખ્ય હીરોઈન સાક્ષી અગ્રવાલને તો લોકો પાર્વતીના નામે જ ઓળખે છે.
આ સીરીયલની જગ્યાએ એકતા કપૂરનો નવો શો શરૂ કરવામાં આવશે.