Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મલ્લિકા સારાભાઈ

મલ્લિકા સારાભાઈ

શૈફાલી શર્મા

, રવિવાર, 3 જૂન 2007 (10:30 IST)
પ્રસિદ્ધ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ અને નૃત્યાંગના મૃણાલીની સારાભાઈની સુપુત્રી મલ્લિકા સારાભાઈ બહુપ્રતિભાની ધની છે. ભરતનાટ્યમ અને કુચીપુડીમાં દક્ષ મલ્લિકા અભિનેત્રી, સંપાદક, ફિલ્મ મેકર, ટીવી એંકર અને સમાજ સેવિકા પણ છે. તેમણે કેટલીક ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં અભિનય પ્રતિભા દર્શાવી છે. શીશા ફિલ્મમાં તેમણે મિથુન ચક્રવર્તી સાથે પણ કામ કર્યું છે.

તે સિવાય મલ્લિકા માતા મૃણાલીનીના સહયોગથી દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ ડાંસ નામથી નૃત્ય સંસ્થા ચલાવે છે. મલ્લિકાએ થીયેટરમાં પણ બરાબરની પ્રતિભા દર્શાવી છે.

ઈંગલીશ અને ફ્રેંચમાં બનેલી પીટર બ્રુક ની મહાભારત ફિલ્મમાં તેમણે દ્રોપદીનો રોલ કર્યો હતો. તેમણે નૃત્યમાં એવા ઘણા પ્રયોગો કર્યા છે કે તેમના સિવાય બીજું કોઈ નથી કરી શક્યું. થોડાક વર્ષો પહેલા તેમણે 25 દેશોના 400 પ્રતિયોયીઓમાં “બેસ્ટ સોલોઇસ્ટ આર્ટીસ્ટ” નો અવાર્ડ પ્રાપ્ત કર્યો.
ભારતીય સંસ્કૃતિમાં ગહરાઈથી પેઠેલા હોવા છતાં મલ્લિકાએ બધાં દેશોમાં ફરી કલાના ક્ષેત્રમાં વિશ્વવ્યાપી પ્રસિદ્ધી પ્રાપ્ત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati