પૂર્વ મંત્રી નલીન ભટ્ટનું નિધન
, ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2013 (18:09 IST)
ગઈકાલે મોડી રાતે પૂર્વ મંત્રી નલીન ભટ્ટનું નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી કેન્સરથી પીડિતા હતા. બપોર બાદ તેમની અંતિમ યાત્રા નિકળશે. નલીન ભટ્ટનું સમગ્ર જીવન ઉતાર-ચડાવથી ભરપૂર રહ્યું છે. પરંતુ તેઓ સમગ્ર જીવન રાજકારણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત રહ્યા. ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકારમાં નલીન ભટ્ટ કેબિનેટમંત્રી હતા. 2006માં વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને મોદીની કાર્યશૈલીની ટીકાના ભાજપ છોડવું પડ્યું હતું. ભાજપ છોડ્યા બાદ 2007માં તેઓ માયાવતીના પક્ષ બસપામાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે દીનદયાળ ઉપાધ્યાય સમિતિની રચના કરી હતી અને મોદીની વારંવાર આલોચના કરતા હતા. કેશુભાઈએ મોદીની સામે બગાવતનો કરી ત્યારે તેઓ તેમની સાથે જોડાયા હતા. પરંતુ નવો પક્ષ રચાયા પછી તેમને કોઈ જ હોદ્દો અપાયો નહોતો. જેમને નવા પક્ષમાં કોઈ હોદ્દાને માટે પણ સક્ષમ ગણાયા નથી. કેશુભાઈના ખાસ વિશ્વાસુ ગોરધન ઝડફિયા સાથે તેમને વાંકુ પડતાં તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપ છોડ્યા બાદ તેઓ રાજકારણમાંથી ખોવાઈ ગયા હતા અને મોદીની સામે નિવેદનો કરીને ટકી રહેવાનો પ્રયાસ કરતા હતા.