Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરના પુત્રનું અપહરણ કરનારા ત્રણ આરોપીની ઘરપકડ

ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરના પુત્રનું અપહરણ કરનારા ત્રણ આરોપીની ઘરપકડ
વડોદરા, , સોમવાર, 27 જુલાઈ 2015 (17:10 IST)
ઉછીના નાણાંની ઉઘરાણીનો હવાલો લઇને કારેલીબાગ- ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાંથી માથાભારે ઇસમોએ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરના તબલા વાદક પુત્રનું કારમાં અપહરણ કર્યું હતું. આ કિસ્સામાં ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે હજુ એક આરોપી વોન્ટેડ હોવાનું જાણવા મળે છે. બે દિવસ અગાઉ કારેલીબાગ- આનંદનગર વિસ્તારના ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતો હિંમાશું ઝાલા તબલા વાદક છે જ્યારે તેના પિતા અને ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર અજીતસિંહ ઝાલાનું ગત ૨૦૦૮માં અવસાન થયું હતુ. ત્યારબાદ સુરત ખાતે રહેતા બટુકલાલ મિત્રતા નાતે પિતાને અવારનવાર મળવા ઘરે આવતા ઓળખ થઇ હતી. ગત ૨૦૧૪ના જૂન માસમાં બટુકલાલે વિદેશ જવાના બહાને ઘરે આવી તબલાવાદક હિંમાશુને સાથે લંડન લઇ જવા જીદ કરવા સહિત ખર્ચ આપવા તૈયારી દાખવી સમયાંતરે કુલ રૂપિયા પાંચ લાખ આપ્યા હતા. આ નાણાં સમયાંતરે તબલાવાદકે સમયાંતરે પરત કરવાના હતા. આ અંગે બટુકલાલે અવારનવાર ઉઘરાણી પણ શરૃ કરી હતી પરંતુ ૪.૪૫ લાખ હજુ ચૂકવવાના બાકી હતા. સુરતના રહીશ બટુકલાલે બાકી નાણાં સુરતના આર્યન પંકજને આપી દેવા તબલાવાદકને જણાવ્યું હતું. આ અંગે સુરતના આર્યન પોતાની પાસે નાણાં માગતો હોવાનું જણાવી હવાલો આપી દીધો હતો. જેથી આર્યનના આ અંગે ઉઘરાણી અંગે વારંવાર ફોન શરૂ થયા હતા.

નાણાંની ઉઘરાણી બાબતે આર્યન પંકજ અને તેનો સાગરિત જ્યોત ગીરીશ પટેલ (રહે. આનંદનગર, કારેલીબાગ) અલ્ટો કારમાં તબલાવાદક હીમાશુ ઝાલાનું અપહરણ કરી લઇ ગયા હતા. અને માર મારી લખાણ લખાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં થઇ હતી.કારેલીબાગ પોલીસે આજે અપહરણકાર આરોપી જ્યોતિ ગીરીશ પટેલ, કલ્પેશ અંબાલાલ ઠાકોર અને ગુરવિંદરસિંઘ ઉર્ફ ગારો રંધાવાની ધરપકડ કરી હતી. જ્યારે સુરતનો મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati