પાકિસ્તાને દાવો કર્યો છે કે ગયા રવિવારે મોડી રાત્રે ભારત તરફથી ભિમ્બર સેક્ટરમાં ફાયરિંગ કરવામં આવ્યુ. જેમા અમારા 7 સૈનિકો માર્યા ગયા. ઈંડિયન ફોરેન મિનિસ્ટ્રી તરફથી તેના પર અત્યાર સુધી કોઈ કમેંટ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે પીઓકેમાં 29 સપટેમ્બરના રોજ ઈંડિયન આર્મીની સર્જિકલ સ્ટ્રાઈક પછી જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધી 100થી વધુ સીઝફાયર વૉયલેશન કરી ચુક્યા છે. તેનાથી બંને દેશો વચ્ચે ઈંટરનેશનલ બોર્ડર અને એલઓસી પર તનાવ છે. પાકિસ્તાને બીજુ શુ કહ્યુ ..
- ન્યૂઝ એજંસી મુજબ પાકિસ્તાનની મિલિટ્રી મીડિયા વિંગ (ISPR)એ સોમવારે એક નિવેદન રજુ કરી કહ્યુ - પાકના કબજાવાળા કાશ્મીરમાં ભારતે સીઝફાયર વૉયલેશન કર્યુ.
- ભારત તરફથી એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યુ. મોર્ટાર શેલ પણ વરસાવ્યા. જેમા પાકિસ્તાનના 7 સૈનિકો માર્યા ગયા.
પાકની ફાયરિંગથી અત્યાર સુધી 23 લોકોના મોત
- આ અગાઉ ગયા શનિવારે પાકિસ્તાને ભારતમાં નોર્થ કાશ્મીરના કુપવાડા ડિસ્ટ્રિક્ટમાં ફાયરિંગ કર્યુ હતુ. જેમા હરશિદ બદારયા નામના આર્મી એક જવાન શહીદ થઈ ગયો હતો.
- ઉલ્લેખનીય છેકે સર્જિકલ સ્ટાઈક પછી પાકિસ્તાને અત્યાર સુધી 100થી વધુ વાર સીઝફાયર તોડ્યુ છે. તેનાથી ભારતમાં 23 લોકોના મોત થયા છે. તેમા 12 સિવિલિયન છે. આ ઉપરાંત 83 લોકો જખ્મી પણ થયા છે.
- જમ્મુમાં 83 વાર અને કાશ્મીરમાં 18 વાર તોડ્યુ સીઝફાયર
- એક સીનિયર ઈંડિયન ઓફિસર મુજબ પાકિસ્તાને જમ્મુ વિસ્તારમાં બોર્ડર પર 83 વાર સીઝફાયર વૉયલેશન કર્યુ છે.
- કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની સેના તરફથી 18 વાર સીઝફાયર તોડવામાં આવ્યુ છે.
- પાકિસ્તાને ઈંટરનેશનલ બોર્ડર અને એલઓસી પર ફાયરિંગની આડમાં આતંકવાદીઓ માટે 5 લૉન્ચિંગ પૈડ(કૈપ)બનાવ્યા છે.
- તેમા 3 એલઓસી તરફ અને બે આઈબીની પાસે બનાવ્યા છે. આ કેમ્પ પાકિસ્તાની સેના અને રેંજરોની મદદથી બનાવ્યા છે.
- કેટલાક કૈપો પર આતંકવાદીઓની હલચલ જોઈ છે. બાકી કૈપ હજુ ખાલી છે.
- આ વાતની માહિતી ડિફેંસ અને હોમ મિનિસ્ટ્રીને આપવામાં આવી છે.
- અગાઉ બોર્ડર પર થયેલ ઘુસપેઠની કોશિશમાં આ કેમ્પોને એક્ટિવ કરવામાં આવ્યા હતા. પાકનો ઈરાદો ફાયરિંગની આડમાં આ કેમ્પોમાંથી આતંકવાદીઓની સીમા પાર કરાવવી છે.