અમેરિકી રાષ્ટ્રાપ્તિ ડોનોલ્ડ ટ્રંપે 7 મુસ્લિમ દેશોના લોકો પર પ્રતિબંધ લગાવ્યા પછી હવે પાકિસ્તાન પર પણ પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકાએ પાકિસ્તાનને લઈને પહેલીવાર કડક વલણ અપનાવ્યુ છે. વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓએ આવા નિર્દેશો આપ્યા છે. પાકિસ્તાન સહિત મુસ્લિમ રાષ્ટ્રો હચમચી ઉઠયા છે.
વિશ્વના 7 મુસ્લિમ રાષ્ટ્રો ઇરાન, ઇરાક, સુદાન, સોમાલીયા, યમન, સિરીયા, લીબીયાના નાગરિકોના પ્રવેશ ઉપર ટ્રમ્પે વિઝા પ્રતિબંધો લાદયા પછી હવે પાકિસ્તાનનો વારો હોવાના સ્પષ્ટ સંકેતો મળે છે. ટોચના વર્તુળોએ પ્રથમ વખત સ્વીકાર્યુ છે કે આતંકવાદની જનની સમા પાકિસ્તાનનો 7 મુસ્લિમ રાષ્ટ્રોની પ્રતિબંધિત યાદીમાં સમાવેશ કરવા માટેનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે.
ટ્રમ્પના નિર્ણયની ચારેકોર ટીકા થઇ રહી છે પણ નરેન્દ્રભાઇની જેમ તેઓ પણ સંપુર્ણ રીતે પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા છે.
દરમિયાન સુપ્રસિધ્ધ ક્રિકેટર અને પાકિસ્તાનની તહેરીક-એ-ઇન્સાફ પક્ષના ચેરમેન-રાજનેતા ઇમરાનખાને કહ્યુ છે કે, જો ટ્રમ્પ પાકિસ્તાન પર વિઝા પ્રતિબંધ લાદશે તો તેનાથી પાકિસ્તાનીઓને પોતાના દેશનો વિકાસ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યુ કે, જો આવુ થશે તો અમેરિકીઓને પણ પાકિસ્તાનમાં ઘુસવા નહિ દેવાય.