Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

PM મોદી અમેરિકા સહિત ત્રણ દેશોની યાત્રા પર રવાના, 25 તારીખે ટ્રંપ સાથે કરશે મુલાકાત

PM મોદી અમેરિકા સહિત ત્રણ દેશોની યાત્રા પર રવાના, 25 તારીખે ટ્રંપ સાથે કરશે મુલાકાત
નવી દિલ્હી , શનિવાર, 24 જૂન 2017 (10:40 IST)
આજથી ભારતના પીએમ મોદી અમેરિકા સહિત 3 દેશોની યાત્રા પર અવાના થયા છે.  મોદીની આ યાત્રા દરમિયાન સૌની નજર મોદી અને ટ્રંપની મુલાકાત પર રહેશે.  એવુ કહેવાય રહ્યુ છે કે આ મુલાકાત દરમિયાન મોદી એચ 1 બી વીઝા નિયમોમા થયેલા ફેરફારોને લઈને ભારતીય નાગરિકોની ચિંતા અને આતંકવાદ જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરશે. 
 
 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશની ચાર દિવસીય યાત્રા પર રવાના થઈ ગયા છે. મોદી આજે પુર્તગાલમાં રહેશે અને ત્યા લિસ્બનમાં પ્રધાનમંત્રી અંતોનિયો કોસ્ટાને મળશે. મળતી માહિતી મુજબ મોદી કોસ્ટા સાથે બેઠકમાં તાજેતરમાં થયેલ બંને વચ્ચે ચર્ચાના આધાર પર વિવિધ સંયુક્ત પગલા અને નિર્ણયોની સમીક્ષા કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે બંને નેતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા, વિશેષ રૂપે આર્થિક સહયોગ વિજ્ઞાન અને તકનીક અંતરિક્ષના ક્ષેત્રમાં સહયોગ અને લોકો વચ્ચે પરસ્પર સંબંધોને વધુ સારા બનાવવા પર ચર્ચા કરશે.  આતંકવાદ-નિરોધ અને પરસ્પર હિતોને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દા પર પણ બંને નેતાઓ વચ્ચે વાર્તાની શક્યતા છે. બીજી બાજુ મોદી પુર્તગાલમાં દેશના મહત્વપૂર્ણ સીઈઓને મળશે. 
 
25-26 જૂનના રોજ મોદી અમેરિકામાં 
 
પુર્તગાલ પછી મોદી 25-26 જૂનના રોજ અમેરિકાની યાત્રા પર રહેશે. મોદી 26 જૂનના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરશે સૂત્રો મુજબ મોદી ટ્રંપની સાથે આતંકવાદ, એચ 1 બી વીજા નિયમોમાં શક્યત ફેરફારોને લઈને ભારતીય ચિંતાઓ સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી શકે છે. મોદી અને ટ્રંપ વચ્ચે રક્ષા સંબંધો પર પણ ચર્ચા થવાની આશા છે.   મોદીની અમેરિકા યાત્રા દરમિયાન દ્વિપક્ષીય વેપાર વધારવા અને આર્થિક સંબંધોને મજબૂત કરવા પર મુખ્ય જોર રહેશે.  મોદી અમેરિકાની ટોચની કંપનીઓના સીઈઓ અને વેપારી પ્રતિનિધિયોથી 25 જૂનના રોજ મુલાકાત કરશે. એ દરમિયાન વેપાર અને રોકાણ પર ચર્ચા થશે. ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા પછી મોદીની આ પ્રથમ અમેરિકી યાત્રા છે અને બંને નેતા પહેલીવાર મુલાકાત કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રવેશોત્સવ - કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપશે Tablet ! !