Mosquito Bite Left Man in Coma for 4 Weeks: મચ્છરોથી હાલ ઘણા લોકો પરેશાન છે. કેટલીકવાર ચોક્કસ મચ્છરનો એક ડંખ પણ સ્વસ્થ વ્યક્તિને મૃત્યુ સુધી લઈ જઈ શકે છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં જે પ્રાણી સૌથી વધુ માણસોને મારી નાખે છે તે મચ્છર છે. તમે આ જીવ વિશે એક રસપ્રદ તથ્ય તો સાંભળ્યું જ હશે, પરંતુ અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું જીવન મચ્છરોએ બરબાદ કરી દીધું હતું.
તમે મચ્છરોથી થતી તમામ બીમારીઓ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આવો ખતરનાક મચ્છર ભાગ્યે જ હશે, જે વ્યક્તિને 30 ઓપરેશન કરાવવા મજબૂર કરી દે અને તેને 4 અઠવાડિયા સુધી કોમામાં મૂકી દે. જર્મનીના રહેવાસી સેબેશીયન રોટસચકે (Sebastian Rotschke)ને એશિયન ટાઈગર પ્રજાતિએ ડંખ માર્યો હતો અને તેને લગભગ મોતનાં મોઢા સુધી પહોચાડી દીધો.
લોહીમાં મચ્છરે પહોચાડયું ઝેર
રોડરમાર્કના રહેવાસી 27 વર્ષીય સેબેસ્ટિયન રોટ્સકેને એશિયન વાઘની પ્રજાતિના મચ્છર કરડ્યા હતા અને તેના લોહીમાં ઝેર ફેલાયું હતું. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, તેમને ઈન્ફેક્શન થયા બાદ તેમના લીવર, કિડની, હાર્ટ અને ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
વર્ષ 2021માં તેને મચ્છર કરડ્યો હતો અને તેની ડાબી જાંઘ પર સ્કિન ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું. શરૂઆતમાં તેને ફ્લૂ જેવા લક્ષણો મળ્યા અને તે બીમાર થવા લાગ્યો. તે ન તો ખાઈ શકતો હતો કે ન તો પથારીમાંથી ઊઠી શકતો હતો. તેમને લાગ્યું કે હવે બચવું અશક્ય છે
મચ્છરે આપ્યું જીવનભર નો દુખાવો
સેરેટિયા નામના બેક્ટેરિયાએ તેની ડાબી જાંઘ પર હુમલો કર્યો અને જાંઘનો અડધો ભાગ ખાઈ ગયો. અત્યાર સુધીમાં ડોક્ટરો સમજી ગયા હતા કે આ બધા લક્ષણો એશિયન ટાઈગર મચ્છરના કરડવાથી આવે છે. તેના કુલ 30 ઓપરેશન થયા અને બે અંગૂઠા કાપવા પડ્યા. તે 4 અઠવાડિયા સુધી કોમામાં રહ્યો અને ડોક્ટરોએ સેબેસ્ટિયનને ICUમાં રાખીને તેની સારવાર કરી. હવે તેઓ દરેકને સલાહ આપે છે કે સમયસર ડૉક્ટર પાસે જવું એ આ ખતરનાક ચેપનો એકમાત્ર ઈલાજ છે. મચ્છરનો એક નાનો ડંખ તમારા જીવનને નુકસાન પહોંચાડી શકે