Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જાપાનમાં ભૂકંપથી 24ના મોત, 50 આફ્ટરશોક આવ્યા, અનેક સ્થાન પર આગ લાગવાથી 200 બિલ્ડિંગ સળગી

જાપાનમાં ભૂકંપથી 24ના મોત, 50 આફ્ટરશોક આવ્યા, અનેક સ્થાન પર આગ લાગવાથી 200 બિલ્ડિંગ સળગી
, મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (11:41 IST)
જાપાનના ઈશિકાવામાં નવા વર્ષના દિવસે 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન ટુડે મુજબ તેનાથી અત્યાર સુધી 24 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યા 50 આફ્ટરશૉક પણ નોંધવામાં આવ્યુ છે. તેની તીવ્રતા 3.4 થી 4.6ની વચ્ચે રહી છે. 

 
પ્રધાનમંત્રી ફુમિયા કિશિદાએ કહ્યુ કે ભૂકંપમાં મરઅનરાઓની સંખ્યા ખૂબ વધુ છે. કિશિદાએ કહ્યુ કે અનેક સ્થાન પર આગ લાગી છે. લોકો બિલ્ડિંગો નીચે દબાયા છે. ઈશિકાવામાં 200 ઈમારતો બળીને ખાક થઈ ચુક્યા છે. સમય ઓછો છે અને વધુ લોકોનો જીવ બચાવવો છે.  
 
જાપાનના રક્ષા મંત્રીના મુજબ કાટમાળમાં દબાયેલા લોકોથી બચવા માટે સેનાના એક હજાર સૈનિકો ગોઠવાયા છે. 8 હજારથી વધુ સૈનિકોને સ્ટેંડબાય પર રાખવામાં આવ્યો છે. ઈશિકાવામાં 32,500 ઘરમાં વીજળી નથી.  BBC ના મુજબ 19  હોસ્પિટલમાં પણ વીજળી ન હોવાને કારણે લોકોની સારવારમાં પરેશાની આવી રહી છે. બીજી બાજુ જાપાનના ઈશિકાવા વિસ્તારમાં એક વધુ ભૂકંપની ચેતાવણી રજુ કરવામાં આવી છે. 
 
જાપાનના રાજાએ નવા વર્ષનો કાર્યક્રમ રદ્દ કર્યો 
 
નવા વર્ષ પર, જાપાનના રાજા નરુહિતો તેમના પરિવાર સાથે ટોક્યોમાં નવા વર્ષના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જો કે, ઈશિકાવા ભૂકંપ પીડિતો પ્રત્યેની સહાનુભૂતિને કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
 
હકીકતમાં, દર વર્ષે જાપાનનો શાહી પરિવાર મહેલની બાલ્કનીમાં આવે છે અને લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. આ રિવાજ વર્ષોથી ચાલી આવે છે
 
દર્દીઓ સુધી પહોચવામાં ડોક્ટરને મુશ્કેલી 
 
ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેનું કારણ એ છે કે ભૂકંપના કારણે મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે અને અસરગ્રસ્ત સ્થળોએ ડોક્ટરો પહોંચી શક્યા નથી. એક રિપોર્ટ અનુસાર, જાપાની એરફોર્સના હેલિકોપ્ટર હવે ડોકટરોને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે. જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.
 
રિંગ ઓફ ફાયર પર વસ્યુ છે જાપાન 
જાપાન ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ છે. અહીં ધરતીકંપ આવતા રહે છે, કારણ કે તે બે ટેક્ટોનિક પ્લેટના જંકશનની નજીક સ્થિત છે. ઇશિકાવા પ્રીફેક્ચર, જ્યાં ધરતીકંપ આવ્યો હતો, તે રિંગ ઓફ ફાયરની નજીક આવેલું છે - સમુદ્રની આસપાસ સિસ્મિક ફોલ્ટ લાઇનની ઘોડાના નાળના આકારની શ્રેણી છે.
 
રીંગ ઓફ ફાયર એ એક એવો વિસ્તાર છે જ્યાં મહાસાગરીય ટેકટોનિક પ્લેટો ખંડીય પ્લેટો સાથે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ભૂકંપ આવે છે. તેમની અસરને કારણે જ સુનામી આવે છે અને જ્વાળામુખી પણ ફાટી નીકળે છે.
 
વિશ્વના 90% ભૂકંપ આ રીંગ ઓફ ફાયરમાં આવે છે. આ વિસ્તાર 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. વિશ્વના તમામ સક્રિય જ્વાળામુખીમાંથી, 75% આ પ્રદેશમાં છે. 15 દેશો - જાપાન, રશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, અમેરિકા, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી, બોલિવિયા રીંગ ઓફ ફાયર હેઠળ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2000ની નોટ મુદ્દે RBIનો ખુલાસો