Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પાકિસ્તાનમાં 200 રૂપિયા ડઝન વેચાય રહ્યા છે કેળા, રાંધણગેસની અછત, પેટ્રોલિયમ મંત્રી બોલ્યા - રમઝાનમાં લીંબુ પાણી પણ નસીબમાં નથી

પાકિસ્તાનમાં 200 રૂપિયા ડઝન વેચાય રહ્યા છે કેળા, રાંધણગેસની અછત, પેટ્રોલિયમ મંત્રી બોલ્યા - રમઝાનમાં લીંબુ પાણી પણ નસીબમાં નથી
, શનિવાર, 8 એપ્રિલ 2023 (00:42 IST)
પાકિસ્તાન આ દિવસોમાં ભૂખમરાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટની સાથે રાજકીય સંકટ પણ વિકસ્યું છે. દરમિયાન, પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી મુસદ્દીક મલિકે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પાકિસ્તાનમાં જરૂરી રાંધણ ગેસ, આટલું ઉત્પાદન પાકિસ્તાનમાં પણ થતું નથી. તેમણે કહ્યું કે લોકોની સમસ્યાઓ સમજી શકાય તેવી છે. પરંતુ પાકિસ્તાન સરકારના હાથમાં કંઈ નથી. પાકિસ્તાન સરકાર પાસે વિદેશમાંથી ગેસ આયાત કરવા માટે પૈસા નથી અને કોઈ દેશ ક્રેડિટ પર ગેસ આપવા તૈયાર નથી. આના પરિણામે રમઝાન મહિનામાં પાકિસ્તાનના મોટાભાગના વિસ્તારોમાં ગેસનો પુરવઠો બંધ કરી દેવો પડ્યો છે અથવા તો સપ્લાયમાં રેશનિંગ કરવામાં આવી રહ્યું છે.
 
પાકિસ્તાનમાં ગેસનો સપ્લાય થયો ઠપ 
 
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે આવી પરિસ્થિતિનો સામનો કરીને પાકિસ્તાન સરકારે હાર માની લીધી છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રીએ બેફામ કહી દીધું છે કે સરકાર લોકોને તેમની જરૂરિયાત મુજબ ગેસ પુરો પાડી શકતી નથી. કારણ કે દેશમાં ગેસ નથી અને વિદેશમાંથી મોંઘો ગેસ ખરીદવામાં આવે તો પણ લોકો માટે બિલ ભરવું શક્ય નથી. તેથી તે વધુ સારું રહેશે કે લોકો પોતે નક્કી કરે કે શું કરવું, કેવી રીતે રાંધવું. હવે જો કોઈ દેશની સરકાર કહે કે તેના નિયંત્રણમાં કંઈ નથી. જો લોકો પોતે જ નક્કી કરે કે તેઓ શું કરવા માગે છે, તો તે દેશના લોકોએ શું કરવું જોઈએ? પાકિસ્તાનના લોકોની મુશ્કેલી એ છે કે તેઓ ચારે બાજુથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. તેની ઉપર ખાણીપીણીની વસ્તુઓ એટલી મોંઘી થઈ ગઈ છે કે બજારમાં જતા પહેલા દસ વખત વિચારવું પડે છે.
 
પાકિસ્તાનમાં મોંઘવારી 40 ટકા પાર 
 
મુસદ્દીક મલિકે કહ્યું કે પાકિસ્તાનમાં સરકાર પણ સ્વીકારી રહી છે કે મોંઘવારી દર 40 ટકા સુધી પહોંચી ગયો છે. પરંતુ જમીની વાસ્તવિકતા તેનાથી પણ ખરાબ છે. રમઝાન મહિનામાં તો સ્થિતિ વધુ વણસી ગઈ છે. કારણ કે રમઝાન દરમિયાન ખાદ્યપદાર્થોની માંગ વધી જાય છે. તેથી જ ભાવ વધુ ભડકે છે. ગયા મહિનાની સરખામણીએ મોટાભાગની વસ્તુઓના ભાવમાં 50% સુધીનો વધારો થયો છે. ગરીબોને બે ટંકનું ભોજન મળવુ પણ અશક્ય બની ગયુ છે. જ્યારે શાહબાઝ સરકારે રમઝાન મહિનામાં લોકોને રાહત આપવા માટે મફત લોટનું વિતરણ કરવાનું શરૂ કર્યું ત્યારે ઘણી જગ્યાએ નાસભાગ મચી ગઈ હતી અને લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલા માટે હવે સરકારે ફ્રી સ્કીમ બંધ કરવાનું વિચારવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનના મધ્યમ વર્ગની હાલત એવી છે કે ઘણા લોકો ફળો અને શાકભાજી ખરીદવા બજારમાં જાય છે અને ભાવ સાંભળીને જ પાછા આવે છે. લોકોની હાલત એટલી ખરાબ છે કે લોકો પોતાની સમસ્યા બતાવતા રડી પડે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CNG અને PNG ની કિમતોમાં ભારે ઘટાડો, અડધી રાત પછી ભાવ આટલા રહેશે