પાકિસ્તાનના સિંઘ શહેરમાં એક માનવ રહિત રેલવે ક્રૉસિંગને પાર કરવાની કોશિશ કરતી વખતે એક યાત્રી બસ ટ્રેનના ચપેટમાં આવી જવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થઈ ગયા. દુર્ઘટનામાં અનેક ઘયાલ થયા છે. દુર્ઘટના સુક્કર જીલ્લાના રોહરી વિસ્તારમાં બની. જ્યારે કરાચીથી સરગોધા જઈ રહેલ બસ ખુલી માનવરહિત રેલવે ક્રૉસિંગને પાર કરી રહી હતી અને પાકિસ્તાન એક્સપ્રેસ ટ્રેનની ચપેટમાં આવી ગઈ.
સુક્કુરના કમિશ્નર શફીક અહમદ મહેસરે પુષ્ટિ કરી કે અકસ્માતમાં કમ સે કમ 20 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મૃતકોનો આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે કેટલાંય ઘાયલોની સ્થિતિ નાજુક છે. મહેસરે કહ્યું કે અમને કમ સે કમ 60 ઘાયલોને રોહરી અને સુક્કુરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ટક્કર એટલી ભયાનક હતી કે બસના 3 ટુકડા થઇ ગયા. સુક્કુરના પોલીસ અધિકારી જમીલ અહમદે કહ્યું કે આ ભીષણ અકસ્માત હતું. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બસ 3 ટુકડોમાં વહેંચાઇ ગયા. તેમણે કહ્યું કે ટ્રેન બસને અંદાજે 150 થી 200 ફૂટ ઢસડી ગયા. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ ઘટના પર સંજ્ઞાન લીધી અને સુક્કુર આયુકતને બચાવ દળોના ક્ષેત્રમાં મોકલવાનો નિર્દેશ આપ્યો.