શુ તમે બોડી બનાવવા માંગો છો. ઠીક એ જ રીતે જેવી રીતે ફિલ્મોમાં એક્ટર્સની હોય છે. બિલકુલ બિંદાસ સિક્સ પૈક. એક સારી બોડી બનાવવા માટે તેના પર કરવામાં આવનારા વર્કઆઉટ સૌથી વધુ કામ લાગે છે અને તેનાથી વધુ જરૂરી હોય છે તેની યોગ્ય ટેકનીક. તમે જ્યારે પણ બોડી બનાવો તો રાતો રાત થનારા ચમત્કાર વિશે ન વિચારો તેમા ટાઈમ લાગે છે. આ માટે તમારે સતત પ્રયાસ કરવાનો હોય છે અને ફોકસ કરવાનું હોય છે. આ માટે તમારે 6-12 મહિના સુધી ખૂબ મહેનત કરવી પડશે અને ત્યારબાદ જ કોઈ ફરક જોવા મળશે. જો કે બોડી બનાવવા માટે સૌથી વધુ જરૂરી હોય છે તેના વિશે યોગ્ય માહિતી રાખવી અને સુરક્ષા નિયમો જાણવા. ખાસ કરીને એ સમયે જ્યારે તમારી બોડીમાં ફેટ હોય અને તેને ઓછા કરીને તમારે બોડી બનાવવી હોય. અહી અમે તમને તમારી બોડી બનાવવા માટે કેટલાક સ્ટેપ બતાવી રહ્યા છીએ જે તમને હેલ્પ કરશે.
ડોક્ટરી તપાસ કરાવો - સૌથી પહેલા ડોક્ટરને મળો. તમારી બોડીની તપાસ કરાવો. બોડીની જરૂર સમજો અને તેની મેડીકલ કંડીશનને જાણો. કોઈપણ એક્સરસાઈઝને કરતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સારા જીમને સિલેક્ટ કરો - તમારી બોડી બનાવવા માટે એક સારા જિમને સિલેક્ટ કરો. જ્યા તમે ટ્રેનરના અંડરમાં એક્સરસાઈઝ કરી શકો છો. જીમનુ વાતાવરણ અને લોકેશન સારા હોવા જોઈએ.
તમારી માંસપેશીઓને મજબૂત બનાવો - ભારે વજન ઉઠાવતા પહેલા તમારી માંસપેશીઓને મજબૂત બનાવો. તમારી માંસપેશીઓને ઘાયલ થતા બચાવો. એક વાર માંસપેશીઓ સ્ટ્રોંગ થઈ જાય છે તો ત્યારબાદ કોઈ દુખાવો થતો નથી અને તમે આરામથી એક્સરસાઈઝ કરી શકો છો.
ટ્રેનિંગ પાર્ટનર બનાવો તેનાથી સારુ રિઝલ્ટ મળશે - હા મિત્રો આ ખરેખર સત્ય વાત છે કે જો તમે જિમમાં કોઈ ટ્રેનિંગ પાર્ટનર બનાવો છો તો તમને તમારી બોડી બનાવવામાં આરામ મળે છે. તમે તેની સાથે ખુદને કમ્પેયર કરી શકો છો.
તમારી બોડીના ચેંજેસને જાણો - જો તમે બોડી બનાવવાની શરૂઆત કરી રહ્યા છો તો તમારી બોડીમાં થનારા નાનાથી નાના પરિવર્તનને ધ્યાનમાં રાખો. તેનાથી તમને આગળ ઈમ્પ્રુવ કરવામાં આરામ મળશે. જો લાગે છે કે તમારા શરીરને આરામ જોઈ તો એક દિવસ રેસ્ટ લો. પણ તેને રોજ આરામ ન કરવા દો. વર્કઆઉટ કરવુ ખૂબ જરૂરી છે.
સ્ટ્રેચિંગ જરૂરી હોય છે - વર્કઆઉટ સેશનમાં સ્ટ્રેચિંગ જરૂર કરો. તેનાથી માંસપેશીઓ મજબૂત થાય છે અને તેમા સોજો પણ આવતો નથી. આ ઉપરાંત તેનાથી બોડીમાં લચીલપણુ પણ આવે છે.
સારી રીતે શ્વાસ લો - એક્સરસાઈઝ દરમિયાન યોગ્ય સમયે પર શ્વાસ લેવુ સૌથી મહત્વપૂર્ણ થાય છે. શ્વાસને યોગ્ય રીતે લેવાથી એક્સસાઈઝમાં ખૂબ લાભ મળે છે.
સારી ઉંઘ લો - એક્સરસાઈઝ સાથે સાથે એ પણ ખૂબ જરૂરી હોય છે કે સારી અને પુર્ણ ઊંઘ લો. સાતથી આઠ કલાક સૂવુ ખૂબ જરૂરી હોય છે.
સંતુલિત ભોજન ખાવ - એક્સરસાઈઝ કર્યા પછી સંતુલિત ભોજન જરૂર ખાવ. તેનાથી બોડીમાં પોષક તત્વ સંપૂર્ણ રીતે મળશે. શરીરમાં પ્રોટીનની માત્રા ખૂબ સારી થશે.
હંમેશા વાર્મ અપ કરો - કોઈપણ લિફ્ટ કરો કરતા પહેલા બોડીને વાર્મઅપ કરી લો. તેનાથી બોડી પર અચાનકથી વધુ પ્રેશર નહી આવે. વાર્મઅપ કરવાથી બોડીમાં લચીલાપણુ આવે છે.
યોગ્ય લક્ષ્ય બનાવો - બોડી બનાવવા માટે એવુ લક્ષ્ય બનાવો જે ખરેખર પોસીબલ હોય અને તેને સાચે જ કરીને બતાવો. આ કોઈ એક દિવસ કે અઠવાડિયાની વાત નથી. વર્ષોમાં તમારી બોડી એક યોગ્ય શેપમાં આવી શકે છે અને તેને હંમેશા મેંટેન પણ કરવાની હોય છે.
રોજ જુદી જુદી એક્સરઆઈઝ કરવા વિશે વિચારો - રોજ એક જ પ્રકારની કસરત ન કરશો. રોજ કંઈક નવુ ટ્રાઈ કરો. તેનાથી તમને તમારી બોડીને દરેક રીતે મજબૂત બનાવવામાં સરળતા રહેશે.
બોડી બનાવવા માટે ટાઈમ બનાવો - પ્લાન કરી લો કે તમને આટલાથી આટલા ટાઈમમાં તમારી બોડીને આવી બનાવવાની છે. તેનાથી તમે તમારુ લક્ષ્ય મેળવવા માટે રોજ મહેનત કરશો.
ફ્રી વેટનો યૂઝ કરો - જ્યારે પણ લિફ્ટ કરો કે ડમ્બલ પર રહો તો ફ્રી વેટનો યૂઝ કરો. તેનાથી તમારી બોડીમાં વધુ મજબૂતી આવશે.
યૌગિક અભ્યાસનો પ્રયાસ કરો - કેટલાક યૌગિક અભ્યાસ જેવા - સ્કવૈટ્સ, ડેડ લિફ્ટ, બેંચ પ્રેસ, મિલિટ્રી પ્રેસ અને ડમ્બલ રો વગેરેને કરો. તેનાથી માંસપેશિયોના ફાઈબર મજબૂત થાય છે.
અનેક વજન ઉઠાવો અને અનેકવાર ઉઠાવો - દરરોજ વજન થોડુ થોડુ વધારો અને બોડીને તેની ટેવ પાડો.
તમારા પૉશ્ચર પર ધ્યાન આપો - જિમને સાથે સાથે તમારી બોડીના પૉશ્ચર પર પણ ધ્યાન આપો. જાણો કે એક્સરસાઈઝ કર્યા પછી બોડીમાં કેટલો ફરક આવી ગયો છે.
પુષ્કળ પાણી પીવો - વર્કઆઉટ સેશનમાં ખૂબ પાણી પીવો. તેનાથી તમારી બોડી હાઈડ્રેટ નહી થાય અને થાક પણ દૂર ભાગશે.
તમારા ઘા નું ધ્યાન રાખો - જો તમને ક્યાક વાગ્યુ છે તો તેને ઈગ્નોર ન કરો. તેના પર ધ્યાન આપો. દવા લગાવો અને ખાવ. અને જો આરામની જરૂર છે તો આરામ કરો.
કોઈ બોડીવાળા જેવુ બનવા માંગો તો તમારી બોડી બનાવતા પહેલા કોઈ બોડીવાળાને પસંદ કરો. તેને બેંચમાર્ક બનાવો કે તેના જેવ તમે બનવા માંગશો. તેનાથી તમને એક સ્ટાંડર્ડ સમજમાં આવી જશે કે તમારે કેવી બોડી બનાવવી છે.