લોકો વજન ઓછું કરવા માટે શુ શુ નથી કરત. તેઓ જીમમાં જાય છે અને કેટલીકવાર તેઓ ડાયેટિંગ પણ શરૂ કરે છે. આ કરવાથી દરેકનું વજન ઓછું થાય તે જરૂરી નથી, પરંતુ હજુ પણ કેટલીક વસ્તુઓ એવી છે જેનુ નિયમિતપણે સેવન તમારું વજન ઘટાડે છે. મગ દાળ વજન ઘટાડવા માટે આવો જ એક ખાદ્ય પદાર્થ છે. મગની દાળ પ્રોટીનથી ભરપૂર છે. ઉપરાંત, તેમાં ચરબી હોતી નથી, તેથી તે ખૂબ અસરકારક છે.
આ રીતે તમારા ખોરાકમાં સામેલ કરો મગની દાળ
દિવસની શરૂઆત નવશેકું પાણીથી કરો. ઓછામાં ઓછા બે ગ્લાસ પાણી ધીરે ધીરે લો. તેનાથી બોડીનુ ટૉક્સિન નીકળે છે અને શરીરને હાઇડ્રેટેડ બન્યુ રહે છે. ત્યારબાદ એક કલાક પછી યોગ, વોક અથવા પ્રાણાયામ કરો. મગ દાળનુ સૂપ બનાવો. તેને દિવસમાં 6 વખત પીવો. તેને બનાવવા માટે લસણ, આદુ, મીઠું, હીંગ, જીરું, વરિયાળી, ધાણા, લીલી ચપટી મગની દાળમાં નાખીને ઉકાળો. આ સૂપમાં કોઈ પણ રીતનો વધાર ન ઉમેરશો. આ ડાયેટ પ્રોગ્રામને ત્રણ દિવસ સુધી અનુસરો.
આ વસ્તુઓનો પરેજ કરો
જો તમે મગ દાળના ડાયેટ પર છો તો તે દરમિયાન ટામેટાં, લીંબુ, દહીં વગેરે ખાટી ચીજોનો ઉપયોગ ન કરો. તેલ અથવા ઘી ના પણ નાખો, નહીં તો તમને ફાયદો નહી થાય.
મગ દાળ સાથે શાક લેવાનુ ન ભૂલશો
મગના સૂપ સાથે શાકભાજી ખાવાનુ ભૂલશો નહી. તમે શાકભાજીને તેને ઉકાળીને અથવા બાફીને કે કચુંબર તરીકે લઈ શકો છો. ગાજર, કાકડી, બીટ, મૂળો, સલગમ, દૂધી, તુરઈ, કોબીજ, ડુંગળી, કોળા નો ઉપયોગ સલાડ માટે કરી શકાય છે.
આ રીતે મગની દાળ ખાવાથી 20 દિવસમાં 5 કિલ વજન ઓછુ કરી શકાય છે.