Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Weight Loss - તલના તેલથી ૧૫ દિવસમાં જ ચારથી પાંચ કિલો વજન ઘટાડી શકો છો

Weight Loss - તલના તેલથી ૧૫ દિવસમાં જ ચારથી પાંચ કિલો વજન ઘટાડી શકો છો
, સોમવાર, 18 ડિસેમ્બર 2017 (07:28 IST)
લોકો વજન ઘટાડવા માટે ધૂમ રૂપિયા ખર્ચી જાત-ભાતના નુસખા અપનાવતા હોય છે ત્યા રે અખંડાનંદ આયુર્વેદ કોલેજ-હોસ્પિૂટલમાં તાજેતરમાં માસ્ટુર ડિગ્રીના અંતિમ વર્ષની એક વિઘાર્થિનીએ તલના આયુર્વેદિક તેલ દ્વારા ૧૫ દિવસમાં જ ચારથી પાંચ કિલો વજન ઘટાડ્યુંત હોવાનું સામે આવ્યુંિ છે. વિઘાર્થિનીએ રીસર્ચના ભાગરૂપે આ તેલ તૈયાર કર્યું હતું અને છેલ્લા કેટલાક મહિનાઓથી ૧૫ લોકો પર અભ્યાયસ કરતી હતી. જેમાં વ્યઆક્તિકનું વજન ત્રણથી પાંચ કિલો ઓછું થયાનું સામે આવ્યુંુ હતું.
   રિસર્ચના અભૂતપુર્વ પરિણામો મળતા ગૂજરાત વિઘાપીઠ ખાતે આયુર્વેદ વ્યાયસપીઠ સંસ્થાિ દ્વારા તાજેતરમાં યોજાયેલા રાષ્ટ્રીય સેિમનારમાં આ રીસર્ચ પેપરને મૂકવામાં આવ્યુંદ હતું. આયુર્વેદ સંહિતામાં તલના તેલને ખાવા માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુંક છે. તલના તેલને ચરબી અને કફને ઘટાડનાર તરીકે સંહિતામાં ઉલ્લેખ થયેલો છે. વર્તમાન સમયમાં આપણે સિંગતેલ, કપાસિયા તેલ અને સનફ્‌લાવર તેલનો વધુ વપરાશ કરીએ છીએ. જેની સામે તલના તેલનો નહિવત્‌ વપરાશ છે. રીસર્ચ માટે પસંદ કરાયેલા વ્યએક્તિેઓનો બોડી માસ ઈન્ડેગક્સપ (બીએમઆઈ) ટેસ્ટ  કરવામાં આવ્યો  હતો અને વર્લ્ડક હેલ્થ  ઓર્ગેનાઈઝેશનના ક્રાઈટેરિયા મુજબ જેમને સ્થૂતળકાય (ઓબેઝ) ગણી શકાય એવા ૧૫ વ્યેક્તિ ની પસંદગી કરવામાં આવી હતી.
 
   અમદાવાદની ૩૩ વર્ષીય મહિલાની સારવાર શરૂ કરવામાં આવી ત્યારે તેમનું ૮૦ કિલો વજન હતું. ડોક્ટરોએ તેમણે ખોરાક અથવા લાઈફ સ્ટારઈલમાં ચેન્જ કરવા કોઈ જ સલાહ આપી નહોતી. છતાં ૧૫ દિવસમાં તેમનું વજન ઘટીને ૭૬ કિલો થયું હતું. એ જ રીતે ૨૫ વર્ષીય મહિલાનું ૭૬ કિલોથી ઘટી ૭૩ કિલો અને ૪૨ વર્ષીય મહિલાનું ૮૨ કિલોથી ઓછું થઈ ૭૯ કિલો પર પહોંચ્યુંય હતું. ૧૫ દિવસ બાદ આ વ્યંક્તિતઓને કોલેસ્ટ્રોલ, સાંધાનો દુઃખાવો, કબજિયાત અને ગેસની મુશ્કેલીઓમાં ઘણી રાહત જોવા મળી હતી. જે લોકો હજુ વધારે વજન ઘટાડવા માંગતા હોય એવા લોકો આ કોર્સને વધારી પણ શકતા હોય છે. આ આયુર્વેદિક તેલનો કોઈ જ સાઈડ ઈફેક્ટહ ન હોવાનો દાવો કરવામાં આવ્યો  છે.
 
   સાંધાના દુઃખાવાને દૂર કરવા તલનું તેલ અક્સીેર
 
   તલના તેલની શરીરના સાંધા પર માલીશ કરવામાં આવે તો દુઃખાવો દૂર થઈ શકે છે. અખા ભગતના છપ્પાયમાં પણ કહેવાયું છે કે, ‘ગાયના ઘીમાં રસોઈ રાંધો, શરીર મજબૂત બાંધો. તલના તેલની માલીશથી, દુઃખે નહીં એકેય સાંધો'. ખાસ કરીને બાળકો અને ઘરડાઓને તેલની માલીશ કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિસ વધે છે અને શરીરના સાંધા મજબૂત બને છે.
 
   તેલ કેવી રીતે બને અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો
 
   આયુર્વેદ શાસ્ત્રમાં વજન ઘટાડવા માટે દર્શાવેલા દ્વવ્યો  જેવા કે, હરડે, બહેડા, આંબળા, અતિવિશા, મુર્વા, ચિત્રક વગેરે જેવા દ્વવ્યોને ઉકાળી તલના તેલમાં મિશ્રણ કરી ત્રિફલાદિ તેલ બનાવવામાં આવે છે. આ તેલને ૧૫ દિવસ સુધી ૨૦ગ્રામની માત્રામાં રોજ સવારે આકરી ભૂખ લાગે ત્યાારે અનુકુળતા મુજબ મગના પાણી સાથે લેવું જોઈએ. આમ કરવાથી તેલ શરીરના દરેક ભાગ સુધી પહોંચે છે. ત્યારબાદ સુપાચ્ય ખોરાક ખાવો જોઈએ અને બને તો બહારના વધુ પડતા ચરબીવાળા ખોરાકને ટાળવો જોઈએ.
 
   વધુ ચરબી હોવાથી પતિ છૂટાછેડાની ધમકી આપે છે
 
   કોલેજની પી.જી. સ્કોછલર ડો. શિતલ ભાગીયાએ જણાવ્યુંવ કે, રીસર્ચમાં એવું પણ સામે આવ્યું  હતું કે, કેટલીક મહિલાઓને વધુ ચરબી રહેતા તેમના પતિએ છૂટાછેડાની પણ ધમકી આપી હતી. ઘણી મહિલાઓનું વજન વધારે હોવાને કારણે તેમના લગ્ન પણ થતા નહોતા. ઓબેસિટી દૂર કરવા લોકો એલોપેથિક દવાનો ઉપયોગ કરે છે તેમને આયુર્વેદનો પણ વિકલ્પ મળે તે મારો લક્ષ્યાંક હતો.
 
   પંચકર્મ પણ ઉપયોગી
 
   હોસ્પિટલના પંચકર્મ વિભાગના ડો. ફાલ્ગુન પટેલે જણાવ્યું કે, પંચકર્મની પ્રક્રિયાઓ શરીરનું વજન દ્યટાડવામાં ખૂબ ઉપયોગી છે. જેમાં વિરેચન કર્મ, લેખનબસ્તી , ઉદવર્તન અને માલીશ-શેક ખૂબ લાભદાયક છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેથી ખિચડી - શિયાળાની સ્વાદિષ્ટ રેસીપી