Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જમ્યા પછી કરો આ એક નાનકડો ઉપાય, ડાયાબીટીસ રહેશે કંટ્રોલમાં અને વધતી શુગર પર લાગશે રોક

Diabetes
, મંગળવાર, 18 જૂન 2024 (00:09 IST)
વર્તમાન સમયમાં દેશ અને દુનિયામાં ડાયાબિટીસ(Diabetes)નો રોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, ડાયાબીટીસ એક એવી બિમારી છે  જેને 'Slow poison' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ધીરે ધીરે તે દર્દીઓના શરીર પર તેની નેગેટીવ ઈમપેક્ટ નાખે છે જેના કારણે શરીરના અન્ય અંગો પણ તેનાથી પ્રભાવિત થઈને કામ કરવાનું બંધ કરી દે છે. તેથી, શુગરના દર્દીઓ તેમના આહારની સારી કાળજી લે તે જરૂરી છે કારણ કે વધુ સારા આહારથી જ સુગરને કંટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત જો તમે જમ્યા પછી એક કામ કરશો તો તે વધતી સુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરશે. ચાલો જાણીએ એ કામ શું છે?
 
જમ્યા પછી ચાલવું:
તાજેતરના અભ્યાસ મુજબ, ખોરાક ખાધા પછી માત્ર 10 થી 15 મિનિટ ચાલવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે, ખાસ કરીને, જે લોકોને  પ્રી-ડાયાબિટીસ છે તેઓ જો ખોરાક ખાધા પછી તરત જ વોક કરે તો ડાયાબિટીસનો ખતરો ટળી જાય છે. આયર્લેન્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ ડાયાબિટીસ કે પ્રી-ડાયાબિટીસના દર્દીઓએ ભોજન કર્યાના એકથી દોઢ કલાકની અંદર આ વોક કરવું જોઈએ. કારણ કે ખોરાક ખાધા પછી બ્લડ શુગર લેવલ વધી જાય છે. આવી સ્થિતિમાં, તે થોડી મિનિટો ચાલ્યા પછી ઝડપથી સામાન્ય થઈ જાય છે.
 
વધુ સારા આહાર અને કસરત દ્વારા ડાયાબિટીસ નિયંત્રણમાં આવશે
ડાયાબિટીસ પરના સૌથી લાંબા અભ્યાસ બાદ ડોક્ટરોએ ડાયાબિટીસને કંટ્રોલ કરવા અને તેનાથી છુટકારો મેળવવા માટે એક નવી ફોર્મ્યુલા શોધી કાઢી છે. 
હેલ્થ એક્સપર્ટના મતે જો ડાયાબિટીસના દર્દીઓના આહારમાં 20% પ્રોટીન, 50-56% કાર્બોહાઈડ્રેટ્સ અને 30% થી ઓછો ફેટ હોય તો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે. 'પ્રારંભિક તબક્કામાં, ટાઇપ 2 ડાયાબિટીસને  લાઈફસ્ટાઈલમાં ફેરફાર ઉપરાંત ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઘટાડીને અને પ્રોટીનની માત્રામાં વધારો કરીને નિયંત્રિત કરી શકાય છે.
 
ડાયાબિટીસના દર્દીઓએ આહારની સાથે સાથે કસરત અને યોગ નિયમિતપણે કરવા જોઈએ. યોગ કે વ્યાયામ કરવાથી માત્ર ડાયાબિટીસ કંટ્રોલ નથી થતો પરંતુ અન્ય ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે. કસરત કરવાથી બ્લડ સુગર ઘટે છે અને ઇન્સ્યુલિન વધે છે. તમે તમારી કસરતમાં ઝડપી ચાલવું, તરવું, સીડીઓ ચડવું અને નૃત્ય જેવી ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ કરી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mengo Recipe - મેંગો કોકોનટ બરફી