Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી નિબંધ - મારો દેશ

ગુજરાતી નિબંધ - મારો દેશ
, ગુરુવાર, 11 માર્ચ 2021 (18:23 IST)
દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે
 
 
પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે
આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે
 
જુદી જુદી ભાષાના પ્રદેશ ભલે પણ સંસ્કૃતિ સૌની એક છે
ઘર્મ, પહેરવેશ, ભોજન વિવિધ પણ આત્મા સૌની એક છે
મારા દેશની આ જ વિશેષતા છે, ભારત દેશ મહાન છે
વિંદ્ય હિમાલય અરાવલી,મલય, નીલગીરિ દેશના રક્ષક છે
ગંગા, યમુના, સિંધુ, નર્મદા નદીઓએ દેશને બનાવ્યુ સ્વર્ગ છે
ઈશ્વર તરફથી મળેલા ભારતને આ વરદાન છે, મારો દેશ મહાન છે
 
બાર જ્યોર્તિલિંગનો આ દેશ, શંકર ચારેય ધામ છે
શિવ,ગણેશ, કનૈયાની ધરતી અને ઘર-ઘરમાં શ્રીરામ છેતીર્થઘામોની આ એક પાવન ધરતી છે હા, મારો દેશ મહાન છે
 
દિવાળી, હોળી અને નવરાત્રિ જ્યા ઉજવાય છે
ઈદ, ક્રિસમસ કે હોય પતેતી ઉત્સવ અહીં કાયમ છે
તહેવારોના દેશ તરીકે તેની ખાસ ઓળખ છે, ભારત દેશ મહાન છે
 
દુનિયામા સૌથી આગળ રહે ભારત, આ જ સૌનુ સ્વપ્ન છે
માતૃભૂમિ ભારત માતા પર અમને સૌને અભિમાન છેદેશપ્રેમી-શહીદોની આ ઘરતીને મારા સલામ છે, ભારત દેશ મહાન છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coconut Icecream- coconut ice cream - ઘરે નાળિયેર આઈસ્ક્રીમ બનાવવાની સરળ રીત, જાણો ટેસ્ટી રેસીપી