ઈંડિયન મોટરસાઈકલ હવે ભારતમાં
, સોમવાર, 3 ફેબ્રુઆરી 2014 (14:25 IST)
ઈંડિયન મોટરસાઈકલ નામ સાંભળીને લાગે છે કે આ એક ભારતીય મોટરસાઈકલ બ્રાંડ છે. પણ એવુ નથી, ઈંડિયન વિદેશી રસ્તાઓ પર દોડનારી શાનદાર સુપરબાઈક નિર્માતા કંપની છે. ફક્ત નામ તેનુ ઈંડિયન છે, પણ કંપની છે અમેરિકન. ઈંડિયન મોટરસાઈકલની સ્થાપના સન 1901માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી વિવિધ ઉતાર-ચઢાવ જોયા બાદ કંપનીએ ક્રૂજ બાઈક સેગ્મેંટમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર બાઈક્સ રજૂ કરી. ભારતીય બજારમાં આ બ્રાંડને ઉતારવાની ચર્ચા ઘણા દિવસોથી થઈ રહી હતી. જે અનુસાર પોલારિસ ઈંડસ્ટ્રીઝે આ મોટરસાઈકલને ભારતમાં લોંચ કરી છે.
અમેરિકન બ્રાંડ ઈંડિયન મોટરસાઈકલે ભારતીય બજારમાં પોતાની ત્રણ નવી બાઈક્સ ચીફ ક્લાસિક, ચીફ ક્લાસિક વિંટેજ અને ચીફ્ટેનની લોચિંગ કરી છે.
કંપનીની આ ત્રણ સુપર ક્રૂજર બાઈક્સની કિમંતો પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ગ્રાહકોને આ ટૂંક સમયમાં જ મળી રહેશે. ઈંડિયન મોટરસાઈકલોને ભારતમાં હાલ સીબીયૂ રૂટ હેઠળ લાવવામાં આવી છે. જેની કિમંત 26.5 લાખ રૂપિયાથી 33 લાખ રૂપિયા જેટલી છે.