અનિલ અંબાણી ખોલશે બેંક, મળશે નોકરી જ નોકરી
, ગુરુવાર, 27 જૂન 2013 (12:12 IST)
બેંક લાઈસેંસ માટે અરજી આપવાની તારીખ એક જુલાઈ છે અને રિલાયંસ કૈપિટલે એલાન કર્યુ છે કે તેઓ બેંક લાઈસેંસ માટે અરજી આપશે. રિલાયંસ કૈપિટલ જાપાનની બે નાણાકીય સંસ્થા સુમિનોમો મિત્સુઈ અને નિપ્પોનની સાથે મળીને અરજી આપશે. આદિત્ય બિડલા નૂવો પણ બેંકના દાવેદારોમાં સામેલ છે. આદિત્ય બિડલા નૂવો પણ બેંક લાઈસેંસ માટે અરજી આપી રહ્ય અછે. કંપનીના ચેયરમેન કુમાર મંગલમ બિડલાના મુજબ આરબીઆઈની બેંક લાઈસેંસ ગાઈડલાઈસ એકદમ સંતુલિત છે. જેમા દાવેદારી માટે બધાને બરાબરની તક મળશે. બેંક લાઈસેંસ માટે અરજી આપનારાઓમાં રિલાયંસ કૈપિટલ, એબી નૂવો ઉપરાંત આઈડીએફસી, રેલિગેયર, જેએમ ફાઈનેંશિયલ, એલએંડટી, વીડિયોકોન, શ્રેઈ ઈંફા, એડેલવાઈસ ફાઈનેંશિયલ, શ્રીરામ ટ્રાંસપોર્ટ ફાઈનેંસ, એલઆઈસી હાઉસિંગ ફાયનેંસ અને ટુરિઝમ ફાઈનેસનો સમાવેશ છે. એડેલવાઈસના બોર્ડના બેંક લાઈસેંસ માટે અરજી આપનારા પર મંજૂરી આપવામાં આવી છે. જો કે એમએંડએમ ફાઈનેંસિયલ અને સુંદરમ ફાઈનેંસ બેંક લાઈસેંસ માટે અરજી નહી આપે.