Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

122 કરોડ રૂપિયામાં વેચાઈ દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટ, Luxurious Car ખરીદનારાના ઉડ્યા હોશ

car no plate
, સોમવાર, 10 એપ્રિલ 2023 (19:07 IST)
Worlds Most Expensive Car Number Plate: મોંઘી કારનો શોખ ઘણા લોકોમાં જોવા મળે છે.  કેટલાક પાસે કરોડોની કિંમતની ફેરારી છે તો કેટલાક પાસે તેમના સપનાની ઓડી છે. આ ઈચ્છા પૂરી કરવા માટે લોકો પાણીની જેમ પૈસા ખર્ચે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં કેટલાક એવા લોકો છે જે માત્ર કાર માટે જ નહીં પરંતુ તેની નંબર પ્લેટ માટે પણ કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે.  ગયા અઠવાડિયે એક એવી ઘટના બની હતી જેમાં એક નંબર પ્લેટ માટે 122 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે દુબઈમાં 'મોસ્ટ નોબલ નંબર્સ'ની હરાજીમાં કારની નંબર પ્લેટ P7 રેકોર્ડ 5.5 મિલિયન દિરહમ (લગભગ 1,22,61,44,700 રૂપિયા)માં વેચાઈ છે. શનિવારે રાત્રે યોજાયેલી હરાજીમાં 15 મિલિયન દિરહમથી બોલી શરૂ થઈ હતી. સેકન્ડોમાં, બિડિંગ 30 મિલિયન દિરહમને પાર પહોંચી ગઈ. એક તબક્કે 35 મિલિયન દિરહમ સુધી પહોંચ્યા પછી બિડિંગ થોડા સમય માટે બંધ થઈ ગઈ. ટેલિગ્રામ એપના સ્થાપક અને માલિક ફ્રેન્ચ અમીરાતી બિઝનેસમેન પાવેલ વાલેરીવિચ ડુરોવે આ બોલી લગાવી હતી. 
 
હરાજી દ્વારા પૈસાનો અહી થશે ઉપયોગ 
 
ફરી એકવાર બોલી ઝડપથી વધીને 55 મિલિયન દિરહમ સુધી પહોંચી ગઈ. આ બિડ પેનલ સેવન દ્વારા કરવામાં આવી હતી, જેમણે અનામી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટોળાએ દરેક બોલીને જોરથી તાળીઓ પાડી. જુમેરાહની ફોર સીઝન્સ હોટલમાં આયોજિત આ કાર્યક્રમમાં અન્ય કેટલીક VIP નંબર પ્લેટ્સ અને ફોન નંબરોની પણ હરાજી કરવામાં આવી હતી. લીલામીમાંથી લગભગ 100 મિલિયન દિરહમ ($27 મિલિયન) એકત્રિત કરવામાં આવ્યા હતા, જે રમઝાન દરમિયાન લોકોને ભોજન કરાવવા માટે ઉપયોગ કરાશે.  કારની પ્લેટો અને વિશિષ્ટ મોબાઈલ નંબરોની હરાજીમાં કુલ 97.92 મિલિયન દિરહમ ભેગા થયા હતા. ઈવેન્ટનું આયોજન અમીરાત ઓક્શન, દુબઈની રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ એતિસલાત અને ડુ દ્વારા કરવામાં આવ્યું હતું. 'P7' યાદીમાં સૌથી ઉપર છે.
 
તૂટ્યો જૂનો રેકોર્ડ 
વાસ્તવમાં, 2008માં અબુ ધાબીની નંબર 1 પ્લેટ માટે એક બિઝનેસમેને AED 52.22 મિલિયનની બિડ કરી ત્યારે ઘણા બિડરો હાલના રેકોર્ડને હરાવવા માંગતા હતા. આ હરાજીના તમામ નાણાં 'વન બિલિયન મીલ્સ' અભિયાનને સોંપવામાં આવશે જે વૈશ્વિક ભૂખ સામે લડવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત કરવામાં આવી હતી. રમઝાનની ભાવનાને ધ્યાનમાં રાખીને, દુબઈના ઉપરાષ્ટ્રપતિ અને શાસક શેખ મોહમ્મદ બિન રશીદ દ્વારા દાન આપવામાં આવ્યું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાંચ હીરા નહીં મળવાથી શંકાના આધારે માલિકે કારીગરને માર્યો, સારવાર પહેલાં મોત, ત્રણની ધરપકડ