રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ અંબાનીના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ અંબાની પરિવારના કોઈ સભ્યનુ લગ્ન નહી પણ આ પરિવારના ખૂબ જ નિકટના મિત્રના પુત્રીના લગ્ન છે. આ લગ્ન છે મનોજ મોદીની પુત્રી ભક્તિના. છેવટે એવુ તે શુ કારણ છે કે અંબાની પરિવાર કોઈ મિત્રની પુત્રીના લગ્નના મહેમાનોની આવાભગત કરી રહ્યા છે.
સૌથી પહેલા મનોજ મોદી જેવા વ્યક્તિત્વ વિશે જાણવુ જરૂરી છે. મૂળ રૂપથી ગુજરાતના રહેનારા મનોજ મોદી મુકેશ અંબાનીના ખૂબ જ ખાસ મિત્ર છે. મોદી અને અંબાની એંજિનિયરિંગ કોલેજમાં સાથે સાથે ભણ્યા. મિત્રો વચ્ચે એમએમના રૂપમાં જાણીતા મનોજ મોદી ખુદને મુકેશ અંબાનીના સૌથી વફાદાર નિકટના માને છે.
59 વર્ષના મનોજ મોદી જો કે રિલાયંસ ઈંડસ્ટ્રીઝમાં સત્તાવાર રૂપે કોઈ પણ પદ પર નથી પણ કંપનીમાં જો સીઈએઓનુ પદ હોત તો તેમા કોઈ શંકા નથી કે પદ પર મનોજ મોદી સિવાય બીજુ કોઈ ન હોત. આખા ગ્રુપને મનોજ મોદીની હૈસિયતનો અંદાજ છે.
મનોજ મોદી છેલ્લા 9 વર્ષથી રિલાયંસ સાથે જોડાયા છે અને કંપનીના દરેક મોટા પ્રોજેક્ટમાં તેમની મુખ્ય ભૂમિકા હોય છે. રિલાયંસની થોડા દિવસો પહેલા લોન્ચ થયેલી જિયો સર્વિસ એ મનોજ મોદીના દિમાગની જ ઉપજ છે.
મનોજ મોદી મુકેશ અંબાણીના હજીરા પેટ્રોકેમિકલ્સ, જામનગર રિફાઈનરી, પહેલા ટેલીકોમ બિઝનેસ અને રિલાયંસ જેવા મોટા પ્રોજેક્ટ્સ સાચવી ચુક્યા છે. મનોજ મોદીએ જામનગર રિફાઈનરીમા કામ દરમિયાન કૉન્ટ્રેક્ટરો અને વેપારીઓ વચ્ચે જોરદાર ડીલિંગ કરી હતી. આ પ્રોજેક્ટ પછી જ મનોજ મોદી મુકેશ અંબાનીના પ્રિય ચહેરો બની ગયા હતા.
પોતાના આક્રમક ભાષા માટે જાણીતા મનોજ મોદી કંપનીની ગ્રોથ માટે કોઈપણ પડકારને સ્વીકાર કરવાથી પાછળ નથી હટતા. મુકેશ અંબાનીના પુત્ર આકાશ ને પુત્રી ઈશાને મનોજ મોદીએ જ બિઝનેસના ગુસ શિખવાડ્યા છે.
મુકેશ અંબાની, આકાશ અને મનોજ મોદી મુંબઈમાં રિલાયંસ જિયોના ઓપન ઓફિસમાં એક સાથે બેસે છે. આ ઓફિસમાં જિયોના ચેયરમેન સહિત ટોપ 70 એક્ઝિક્યુટિવ બેસે છે.