Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

26 મેથી બદલાઈ જશે આ નિયમો વિગત જુઓ

26 મેથી બદલાઈ જશે આ નિયમો વિગત જુઓ
, રવિવાર, 15 મે 2022 (14:24 IST)
Banking deposit transaction rules changed: સરકારએ વિત્ત વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારાની રોક્ડ જમા કરવા કે કાઢવાની સાથે ક ચાલુ ખાતા ખોલવા માટે આધાર કે સ્થાયી ખાતા સંખ્યા (PAN) ફરજીયાત કરી દીધુ છે. કેંદ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ  (CBDT) આ એક અધિસૂચનામાં કહ્યુ કે એક વિત્ત વર્ષમાં બેંકની રાશિની લેવણ દેવણ કરવા માટે પેન નંબરની જાણકારી આપવી કે આધારની બાયોમેટ્રીક તપાસ કરવી ફરજીયાત હશે તે સિવાય કોઈ બેંક કે ડાકઘરમાં ચાલુ ખાતા કે કેશ ક્રેડિટ ખાતા ખોલવા માટે આ જરૂરી હશે. 
 
શું કહે છે નિષ્ણાતો?
CBDT એ આવકવેરા (15મો સુધારો) નિયમો, 2022 હેઠળ નવા નિયમો ઘડ્યા છે. આ સૂચના 10મી મે 2022ના રોજ બહાર પાડવામાં આવી છે. આ નવા નિયમો 26 મેથી ગ્રાહકો પર લાગુ થશે. AKM ગ્લોબલના ટેક્સ પાર્ટનર સંદીપ સહગલે આશા વ્યક્ત કરી હતી કે આ પગલું નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શિતા લાવશે, તેણે કહ્યું કે તે બેંકો, પોસ્ટ ઓફિસો અથવા સહકારી સંસ્થાઓ માટે નાણાકીય વર્ષમાં રૂ. 20 લાખથી વધુના વ્યવહારોની જાણ કરવાનું ફરજિયાત બનાવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માણિક સાહા ત્રિપુરાના નવા મુખ્ય મંત્રી બન્યા