વાહન માલિકના ખિસ્સા પર મોંઘવારીની એક વધુ માર ઝીલવી પડશે. કેંદ્ર સરકારએ જુદા-જુદા શ્રેણીના વાહનો માટે ત્રણ પાર્ટીના મોટર વીમો પ્રીમિયમની દરમાં વધારો કરી નાક્યુ છે. આ સંબંધમાં રોડ અને પરિવહન મંત્રાલયએ અધિસૂચના રજૂ કરી છે.
હાઈબ્રિડ વાહનોને મોટી રાહત
અધિસૂચના મુજબ હાઈબ્રિડ ઈલેક્ટ્રીક વાહન માટે પ્રીમિયમ પર 7.5 ટકાની છૂટ મળશે. હવે 30 કિલોવાટ સુધી ક્ષમતા વાળી ઈ-કાર માટે ત્રણ વર્ષનો પ્રીમિયમ 5543 રૂપિયા હશે. તેમજ 30 કિલોવાટથી 65 કિલોવાટના વચ્ચે ઈ-કાર માટે ત્રણ વર્ષનો પ્રીમિયમ 9,044 રૂપિયા હશે. 65 કિલોવાટથી વધારેની ક્ષમતા વાળી ઈ કાર માટે હવે ત્રણ વર્ષના પ્રીમિયમ માટે 20,907 રૂપિયા આપવા પડશે.
ફોર વ્હીલર માટે નવા દર
રૂ. 2,094: 1000 સીસી એન્જિન ક્ષમતાવાળી ખાનગી કાર માટે, અગાઉ તેની કિંમત રૂ. 2072 હતી.
રૂ. 3,416: 1000 થી 1500 સીસી એન્જિનની ખાનગી કાર માટે અગાઉ રૂ. 3,221 ચૂકવવા પડતા હતા.
રૂ. 7,890: 1500 સીસીથી વધુની એન્જિન ક્ષમતા ધરાવતી કાર માટે, તેમના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, અગાઉ રૂ. 7,897 ચૂકવવા પડતા હતા.
ટુ વ્હીલર માટે નવા દર
રૂ. 1366 : 150 સીસીથી વધુ પરંતુ 350 સીસીથી ઓછા ટુ વ્હીલર માટે
રૂ. 2,804 : 350 સીસીથી વધુના વાહનો માટે
નવા દરો 1 જૂનથી લાગુ થશે
નોટિફિકેશન અનુસાર, થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ પ્રીમિયમના નવા દરો 1 જૂન, 2022થી લાગુ થશે. અગાઉ, વર્ષ 2019-20 માટે વધારો કરવામાં આવ્યો હતો. આ પછી, કોરોના રોગચાળાને કારણે બે વર્ષ સુધી પ્રીમિયમમાં કોઈ ફેરફાર થયો ન હતો.