Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુરતમાં અભણ ચોરો 20 લાખની કરી ચોરી, પોલીસે બેંકને આપી સલાહ- એટીએમ બદલો

સુરતમાં અભણ ચોરો 20 લાખની કરી ચોરી, પોલીસે બેંકને આપી સલાહ- એટીએમ બદલો
, સોમવાર, 14 ડિસેમ્બર 2020 (11:06 IST)
ATM ખોલીને કેશ ચોરી કરનાર મેવાતી ગેંગના બે બદમાશોએ રવિવારે સુરતમાંથી ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાંચે જ્યારે આરોપીઓની ધરપકડ કરી, ત્યારે વધુ એક એટીએમને નિશાન બનાવવાના હતા. ગેંગ એટીએમમાંથી 20 લાખ નિકાળી ચૂક્યા હતા. 
 
ચોંકાવનારી વાત એ છે કે આ ગેંગ બિલકુલ અભણ છે. આ ગેંગ ફક્ત કેનરા બેંકના ડી બોલ્ટ કંપનીના એટીએમને જ નિશાન બનાવતી હતી. એવામાં પોલીસે કેનેરા બેંકને કહ્યું કે ચોરી અને છેતરપિંડીથી બચવું છે તો આ કંપનીના બધા એટીએમ બદલી દો. RBI ની 2018ના રિપોર્ટ અનુસાર, કેનરા બેંકના દેશભરમાં 9 હજારથી વધુ એટીએમ છે. 
 
સુરતના નાનપુર વિસ્તારમાં આરોપી હનીફ સૈયદ અને ઔસાફ હસન મોહમંદ સૈયદની ધરપકડ થઇ. બંને અહીં સારો સ્થિત હારૂન લકડીવાલા ગોડાઉનમાં ભાડે રહતા હતા. હનીફ છઠ્ઠા ધોરણ સુધી તો ઔસાફ ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્રણ ફરાર આરોપી સાજિદ, ઝહીર ખાન અને ઇરફાન ખાન સગા ભાઇ છે. માસ્ટમાઇન્ડ સાજિદ સહિત ત્રણેય ભાઇઓ અભણ છે. 
 
ક્રાઇમ બાંચના અનુસાર ગેંગ દિવસ રાત બંને સમય ચોરી કરતા હતા. તેની કોઇને ખબર પણ પડતી ન હતી. આખુ ATM ખોલવાના બદલે નકલી ચાવી વડે ફક્ત ડિસ્પ્લે ખોલતા હતા. દરેક ટ્રાંજેક્શન દરમિયાન કેસેટ પરથી નોટ ઉપર આવતાં જ મશીન ઓફ કરી દેતા હતા. ઉપર આવેલી નોટ નિકાળી લેતા હતા. પછી કસ્ટમર કેર સેન્ટરને ફોન કરતાં ખાતામાંથી પૈસા કપાઇ ગયા, પરંતુ મળ્યા નથી. એકાઉન્ટ નંબર પર 19 વાર 0 દેખાય તો ત્યાંથી રિફંડ પણ કરાવી લેતા હતા. 
 
આરોપીએ 4 ડેબિટ કાર્ડ, 2 મોબાઇલ અને સહિત એક લાખ 10 હજારનો સામાન મળ્યો છે. વડોદરામાં તક ન મળી તો સુરત આવ્યા હતા. ઇચ્છાપોર, અઠવાલાઇંસ અને અડાજણ પોલીસ મથકના કેનરા બેંકના એટીએમમાંથી ચોરીની કબૂલાત કરી. સાજિદ, ઇરફાન અને ઝહીર 140થી વધુ ટ્રાંજેક્શન કરી 20 લાખ રૂપિયા ચોરી કરી ચૂક્યા હતા. 
 
ચાર એટીએમનું બેલેન્સ ગરબડ તપાસ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું. ડેબિટ અને ક્રેડિટ કાર્ડની તપાસ અને ફોટો વડે આરોપીઓની ઓળખ કરવામાં આવી. રવિવારે બે આરોપીઓનું લોકશન મળ્યું. કેનેરા બેંકની પાસે નજર રાખવામાં આવી તો બંને અહીં ફરતા હતા જેથી પકડાઇ ગયા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટાટા જૂથ એર ઇન્ડિયા માટે બિડ લગાવી રહ્યું છે, આ વિમાનની સ્થાપના 88 વર્ષ પહેલાં થઈ હતી