મંગળવારે શેર બજાર (Stock Market)માં સારી તેજી જોવા મળી, જેને કારણે વેપારની શરૂઆતમાં બીએસઈ સેંસેક્સ (BSE Sensex) પહેલીવાર 57000ને માર્કને પાર કરી ગયુ. વેપાર શરૂ થવા પર સેંસેક્સ 56995.15 પર ખુલ્યુ અને થોડી જ વાર પછી તેને 57,124.78ના અત્યાર સુધીના ઉચ્ચસ્તરને પાર કરી ગયુ. જોકે તેમા વધુ સમય સુધી તેજી ન રહી શકી. 10.03 વાગે આ 56934.14 પર ટ્રેડ કરી રહ્યુ હતુ. શરૂઆતમાં ભારતી એયરટેલ, ટેક મહિંદ્રા, ટીસીએસ અને એશિયન પૈટ્સમાં તેજી રહી
બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટાડો નોંધાયો. સોમવારે બીએસઈ સેન્સેક્સ 56889.76 પોઈન્ટ પર બંધ થયો હતો. એનએસઈ નિફ્ટીની વાત કરીએ તો આ ઇન્ડેક્સ 16970 ની ઉપર વેપાર કરી રહ્યો છે. બેન્ક અને ઓટો શેરો સિવાયના અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં તેજી છે. સોમવારે નિફ્ટી 16,931.05 પર બંધ થયો હતો.