Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નિપાહ વાયરસનો ભય, બૈન કરવામાં આવ્યા આ ફળ અને શાકભાજી, કેટલુ થશે નુકશાન ?

નિપાહ વાયરસનો ભય, બૈન કરવામાં આવ્યા આ ફળ અને શાકભાજી, કેટલુ થશે નુકશાન ?
, સોમવાર, 4 જૂન 2018 (13:16 IST)
કેરલમાં એક બાજુ નિપાહ વાયરસનુ સંકટ ટળવાનુ નામ નથી લઈ રહ્યુ તો બીજી બાજુ ભારત માટે આ સૌથી મોટુ સંકત બનતુ જઈ રહ્યુ છે. નિપાહ વાયર્સથી જ્યા અત્યાર સુધી 16ના મોત થઈ ચુક્યા છે તો બીજી બાજુ કેરલથી એક્સપોર્ટ થનારા ફળ અને શાકભાજીને પણ  બૈન કરવામાં આવ્યા છે. નિપાહ વાયરસને કારણે ભારતના એક્સપર્ટ પર સતત ખતરો મંડરાય રહ્યો છે. યૂએઈ અને બેહરીન પછી હવે એક બીજા દેશે કેરલના ફળ અને શાકભાજી બૈન કરી દીધા છે. WHOનો દાવો ક હ્હે કે આ વાયરસ ચામાચીડિયાની લાર, યૂરીન અને મળમૂત્રથી ફેલાય છે. ખાસ કરીને એ ફળો દ્વારા જે ચામાચીડિયા મોટાભાગે ખાય છે.  વિશેષ રૂપે આ ગ્રેટર ઈંડિયન ફ્રૂટ બૈટ છે. જે દક્ષિણ એશિયામાં પ્રચુર માત્રામાં છે  ચેતાવણી પછી બીજા દેશ પણ નિપાહ વાયરસને લઈને એલર્ટ થઈ ગયા છે. 
 
સઉદીએ કયા ફળ કર્યા બૈન 
 
કેરલના સ્થાનીક છાપા મુજબ નિપાહ વાયરસના સંકટને જોતા સઉદી અરબે કેરલથી એક્સપોર્ટ થનારા ફળ અને શાકભાજી બૈન કર્યા છે. સઉદી અરબે આ બાબતે ભારત સરકારને સૂચના આપી છે. નિપાહ વાયરસનો ખતરો જોતા જે ફળોને બૈન કર્યા છે તેમા મુખ્ય રૂપે ખજૂરન એક્સપોર્ટ પર રોક લગાવી છે.  જેમા કેળા, કેરી અને દ્રાક્ષને પણ સઉદી અરબે બૈન કર્યા છે.  કેરલના સઉદી એક્સપોર્ટ થનારી શાકભાજી પણ બૈન કરવામાં આવી છે. 
 
 
ફળોનુ એક્સપોર્ટ કેટલુ થાય છે 
 
એગ્રીકલ્ચર અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલોપમેંટ અથોરિટી (APEDA) મુજબ ગયા વર્ષે ભારતમાંથી કુલ  4448.08 કરોડના ફળ એક્સપોર્ટ થયા હતા. તેમા મોટાભાગના કેરી, દ્રાક્ષ, કેળા અને દાડમનો સમાવેશ છે.  ભારત સૌથી વધુ કેળાનુ ઉત્પાદન કરનારો દેશ છે. અહી 26.04% કેળા ઉત્પન્ન થાય છે.  બીજી બાજુ 44.51% પપૈયુ અને 40.75% કેરીનું ઉત્પાદન થાય છે  ગયા વર્ષે ભારતમાંથી કેરીનુ એક્સપોર્ટ  52761 ટન પહોંચ્યુ હતુ. 
 
સૌથી વધુ એક્સપોર્ટ ક્યા ?
APEDA મુજબ, ભારતમાંથી જે દેશમાં સૌથી વધુ ફળ અને શાકભાજી એક્સપોર્ટ થાય છે તેમા UAE, બાંગ્લાદેશ, મલેશિયા, નીધરલેંડ, શ્રીલંકા, નેપાળ, UK, સઉદી અરબ, પાકિસ્તાન અને કતર છે. 
 
ત્રીજીવાર ભારત આવ્યો નિપાહ 
 
કેરલમાં નિપહ વાયરસને કારણે થયેલ મોત કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ બે વાર પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસનો અટેક થઈ ચુક્યો છે. 2001માં સિલીગુડીમાં નિપાહ વાયરસનો ખતરો મંડરાયો હતો. બીજી બાજુ 2007માં નાદિયામાં નિપાહ વાયરસનો અટેક થયો હતો. આ વખતે આ દેશના દક્ષિણ રાજ્યમાં પહોંચ્યો છે.  જ્યા કોઝીકોડમાં એક જ પરિવારના લોકોમાં આ જોવા મળ્યો. 
 
ટૉપ 5 ફળ જે થાય છે એક્સપોર્ટ 
 
કાજુ -  856.85 મિલિયન ડૉલર મતલબ 5700 કરોડ રૂપિયા 
દ્રાક્ષ - 230.7 મિલિયન ડૉલર મતલબ 1534.78 કરોડ રૂપિયા 
કેરી - 163.22 મિલિયન ડૉલર મતલબ 1085.86 કરોડ રૂપિયા 
નારિયળ - 78.54 મિલિયન ડૉલર મતલબ 522.50 કરોડ રૂપિયા 
દાડમ - 76.36 મિલિયન ડૉલર મતલબ 508 કરોડ રૂપિયા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતાઓને ભાજપે ખરીદ્યાં? વીડિયો વાયરલ થયાં બાદ આક્ષેપોનો મારો