Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હવે પાસપોર્ટ વેરીફિકેશન માટે પોલીસ નહી આવે તમારા ઘરે

હવે પાસપોર્ટ વેરીફિકેશન માટે પોલીસ નહી આવે તમારા ઘરે
, ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (11:11 IST)
પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં પોલીસ હવે સત્યાપન માટે તમારા ઘરે નહી આવે. સરકારે પોલીસ કર્મચારીઓના આવેદકના ઘરે જવાની અનિવાર્યતાની પ્રક્રિયાને ખતમ કરી દીધી છે. પોલીસે પોતાનો રેકોર્ડ તપાસીને આવેદકની ફક્ત પુષ્ઠભૂમિ તપાસવાની રહેશે કે તેના નામે કોઈ અપરાધ તો નોંધાયો નથી ને. 
 
પાસપોર્ટ અધિકારી અરુણ કુમાર ચટર્જીએ નિયમોમાં ફેરફારની ચોખવટ કરતા કહ્યુ કે પોલીસ વેરીફિકેશન માટે આવેદકના ઘરે જઈને ફોર્મ પર હસ્તાક્ષર કરાવવા જરૂરી નહી રહે. પોલીસને આવેદક સાથે વાત કરવાની જરૂર પણ નથી. રાજ્યોને આ વ્યવસ્થાને તત્કાલ અમલમાં લાવવાનુ કહેવામાં આવ્યુ છે. 
 
ફક્ત છ પ્રશ્નો સૂત્રો એ જણાવ્યુ કે પોલીસ ફોર્મમાં 12 પ્રશ્નોના સ્થાન પર માત્ર છ પ્રશ્નો કરવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસના ઘરે જવાની પ્રક્રિયા બંધ કરવાથી આવેદક પરેશાનીથી બચી જશે.  ઓછા માનવ સંસાધનોનુ દબાણનો સામનો કરી રહેલ પોલીસને પણ ફાયદો થશે.  જેનાથી કારણ વગર પાસપોર્ટમાં થતા વિલંબથી બચી શકાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાભારત 2019 - રાહુલ ભાજપા મુક્ત ભારતની વાત કરશે તો હુ સાથે નહી, નિર્ણય લેવામાં સ્લો