દેશમાં ટૈલેંટેડ અને ક્રિએટિવ લોકોની કમી નથી. બસ જરૂર છે તેમની ક્રિએટિવિટી લોકો સામે આવવાની અને પ્રશંસા કરવાની. ટૈલેંટ અને ક્રિએટિવનેસની પ્રશંસાની વાત હોય અને બિઝનેસમેન આનંદ મહિંદ્રા(Anand Mahindra) નો ઉલ્લેખ ન થાય એવુ બની જ શકતુ નથી. મહિન્દ્રા એંડ મહિંદ્રા ગ્રુપ(Mahindra & Mahindra Group) ના ચેયરમેન આનંદ મહિંદ્રા ક્રિએટિવિટીની પ્રશંસાના મામલે સૌથી આગળ રહેનારાઓમાંથી એક છે.
આ વખતે આનંદ મહિન્દ્રાએ હાથ વડે લાકડાની ટ્રેડમિલ (Wooden Trademill) બનાવનાર વ્યક્તિના વખાણ કર્યા છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ તેને બનાવતો જોવા મળી રહ્યો છે. વિડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, 'વસ્તુયુક્ત, ઉર્જા ભૂખ્યા ટૂલ્સની દુનિયામાં, કારીગરી માટેનો જુસ્સો, આ ઉપકરણને હાથથી બનાવવામાં ઘણા કલાકોના સમર્પિત પ્રયત્નો તેને કલાનું કામ બનાવે છે. તે માત્ર ટ્રેડમિલ નથી. મારે પણ એક જોઈએ છે...'
એક દિવસ પહેલા કર્યા હતા કાવ્યા મડપ્પાના વખાણ
આના એક દિવસ પહેલા આનંદ મહિન્દ્રાએ Bluecat Paperની કાવ્યા મડપ્પાની પ્રશંસા કરી હતી. કાવ્યા 100% 'ટ્રી ફ્રી' ઈકો ફ્રેન્ડલી પેપર બનાવે છે. તેમનુ આ પેપર 30 દેશોમાં એક્સપોર્ટ થાય છે. કાવ્યાનું સ્ટાર્ટઅપ કૉટન ઈંડસ્ટ્રીઝ, લિનેન, ફ્લેક્સ, હેંપ, કોફીની ભૂકી, મૂલબેરી બાર્ક, બનાના ફાઇબર અને ગાયના છાણમાંથી ટ્રી ફ્રી કાગળ બનાવે છે. કાવ્યાના વખાણ કરતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે તે માત્ર વૃક્ષો જ બચાવી રહી નથી પરંતુ તેમનુ પ્રોસેસ પાણીનું સંરક્ષણ પણ કરી રહ્યુ છે. આવો આપણે બધા તેમના બ્રાન્ડ અને પ્રોડક્ટને પસંદ કરીએ.