Kotak Mahindra Bank: પ્રાઈવેટ સેક્ટરના કોટક મહિન્દ્રા બેંકે 2 કરોડ રૂપિયા સુધીના ફિકસ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરમા 0.35 ટકાનો વધારો કર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમા%6 0.40 ટકાનો વધારો કર્યા બાદ બેંકે ગુરૂવારે એફડી પર વ્યાજ દર વધારવાનુ એલાન કર્યુ છે. લાંબા સમયથી પરંપરાગત રોકાણ વિકલ્પના રૂપમા એફડી પર જમા રાશિ પર વ્યાજ દર ખૂબ જ નીચલા સ્તર પર જઈ ચુક્યુ હતુ. બેંકના આ નિર્ણય બાદ વધુ બેંક આવી જાહેરાત કરી શકે છે. કોટક મહિન્દ્રા બેંકની નવી એફડી વ્યાજ દર (kotak mahindra bank fd rates) 6 મેથી લાગુ થશે.
રેપો રેટની જાહેરાત બાદ પહેલી બેંક
સમાચાર અનુસાર, બેંકે કહ્યું છે કે લગભગ બે વર્ષથી અર્થતંત્રમાં ઓછા વ્યાજ દરના વલણ પછી FD દરમાં આ વધારો એક સુવર્ણ તક છે. અમે આ વધારો જાહેર કરનાર પ્રથમ બેંકોમાં છીએ. ગ્રાહકો માટે તેમના નાણાકીય ધ્યેયો માટે બચત કરવાનો અને તેમની બચત પર વધેલા વળતરનો લાભ મેળવવાનો આ યોગ્ય સમય છે.
જાણો નવા રેટ
બેંક (Kotak Mahindra Bank) એ બે કરોડ રૂપિયા સુધીની એફડી 390 દિવસ માટે કરાવવા પર વ્યાજ દરમાં 0.30 કરાવવા પર વ્યાજ દરમા 0.30 ટકાનો વધારો કરવામા આવ્યો છે. હવે આ દર વધીને 5.50 ટકા થઈ ગયો છે. આ જ રીતે 23 મહિના માટે એફડી વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો કરવામા આવ્યો છે. જે હવે વધીને 5.60 ટકા થઈ ગઈ છે. સીનિયર સિટીજનને એફડી (kotak mahindra bank fd rates) પર પહેલાની જેમ જ 0.50 ટકા વધુ વ્યાજ મળશે.