દેશભરની જાણીતી ડેરી અમૂલ મિલ્કે ચૂપચાપ દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે તહેવારો પર સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. શનિવારે કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જોકે અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. અગાઉ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ પહેલા પણ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. નવા દર મુજબ, અમૂલ શક્તિ દૂધ હવે પ્રતિ લિટર રૂ. 50, અમૂલ ગોલ્ડ રૂ. 62 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 56 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે.
મધર ડેરીએ પણ ઓગસ્ટમાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. નવા દરો 17 ઓગસ્ટથી લાગુ છે. આ પહેલા આ વર્ષે માર્ચમાં પણ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. દર વધારાને ટાંકીને મધર ડેરીએ પણ તાજેતરમાં દૂધ-દહીં, છાશ વગેરેના દરમાં વધારો કર્યો હતો. રેટ વધારવા પર કંપનીએ કહ્યું કે ડીઝલની કિંમતમાં વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. કંપનીનું કહેવું છે કે દૂધ અને દહીં જેવા ડેરી ઉત્પાદનોની કિંમતમાં વધારાનો ફાયદો તે ખેડૂતોને થાય છે જેમની પાસેથી મધર ડેરી માલ લે છે