Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શેર માર્કેટમાં કાચા છો તો બનો પાક્કા ખેલાડી, આવ્યુ છે ઈંવેસ્ટર એજુકેશન પ્લેટફોર્મ સ્માર્ટ મની

શેર માર્કેટમાં કાચા છો તો બનો પાક્કા ખેલાડી, આવ્યુ છે ઈંવેસ્ટર એજુકેશન પ્લેટફોર્મ સ્માર્ટ મની
મુંબઈ. , શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (14:03 IST)
શેર બજારમાં ટ્રેડિગ (Trading) અને ઈંવેસ્ટમેંટ (Investment)ની કલામાં નિપુણ બનવુ બહુ સરળ થઈ ગયુ છે. શેર બજારના કાચા ખેલાડીઓ (Beginners) ને સ્માર્ટ બનાવવા માટે એંજેલ બ્રેકિંગે પોતાનો પહેલો ઈન્વેસ્ટર એજ્યુકેશન પ્લેટફોર્મ (Investors Egucation Platform) સ્માર્ટ મની (Smart Money) લૉન્ચ કર્યો છે. આ પ્લેટફોર્મ પોતાના યુઝર્સ માટે પર્સનલાઈઝ્ડ મોડયૂલૢ વર્કશોપ્સૢ સર્ટિફિકેશન, લાઈવ સેશન અને ક્વિઝની સાથે ખુદ સીખવાની તક આપે છે.  સ્માર્ટ મની શીખવાને મજેદાર બનાવવાના રીતે બન્યુ છે અને તેનો ઉપયોગ કોઈપણ કરી શકે છે.  આ હિન્દી અને અંગેજી બે ભાષાઓમાં ઉપલબ્ધ છે. 
 
10 મોડ્યૂલ અને 100 અધ્યાય 
 
સ્માર્ટ મનીમાં ત્રણ વ્યક્તિઓ અર્થાત બિગિનર, રોકાણકાર અને ટ્રેડર પર કેન્દ્રીત સામગ્રી પુરી પાડવામાં આવી છે. વર્તમાન સમયતેમા 10 મોડ્યુલ અને 100 અધ્યાયને કવર કરવામાં આવ્યા છે. તેમા રોકાણની મૂળ વાતથી લઈને ફંડામેંટલ અને ટૈકનિકલ એનાલિસિસ સુધી દરેક વસ્તુ ઊંડાઈથી બતાવી છે. વ્યવ્હારિક ઉદાહરણ, બૈજ અને સર્ટિફિકેટ્સ સાથે આ શિક્ષણ વધુ આકર્ષક થઈ જાય છે. સ્માર્ત મની દરેક અધ્યાયના અંતમાં ક્વિઝ સાથે ઉપલબ્ધ કરાવી છે અને મુખ્ય શબ્દોને સહેલાઈથી યાદ કરવામાં મદદ માટે ગ્લોસરી સાથે આવે છે. 
 
કેવી રીતે કરશો ઈનરોલ 
 
તમે ત્રણ સ્ટેપવાળી સરળ સાઈનઅપ પ્રક્રિયા પછી આ પ્લેટફોર્મ પર ખુદની નોંધણી નામાંકિત કરી શકો છો. બસ એક ટૈપ રજિસ્ટ્રેશન (ગૂગલ કે ફેસબુક દ્વારા) કરો અને તમારા ફોકસ ક્ષેત્ર અને લક્ષ્ય ને પરિભાષિત કરો. સ્માર્ટ મની પ્લેટફોર્મ પછી તમારી પ્રવીણતા અને જરૂરિયાત મુજબ પાઠ્યક્રમ શરૂ કરશે. એંજેલ બ્રોકિંગ તમને તમારા મિત્રો અને પરિવાર વચ્ચે પ્લેટફોર્મને રૈફર કરી રસપ્રદ પુરસ્કાર મેળવવામાં સક્ષમ બનાવે છે. 
 
પર્સનલાઈજ્ડ અપ્રોચમાં ટ્રેનિંગ
એંજેલ બ્રોકિંગના સીએમઓ પ્રભાકર તિવારીનુ કહેવુ છે કે દેશ આજે એક રસપ્રદ સ્થિતિમાં છે. જેમા વધુથી વધુ લોકો શેયર બજારમાં પ્રવેશ કરી રહ્યા છે.  તેમને એ જાણવાની જરૂર છે કે તેઓ કંઈ દિશામાં આગળ વધે અને વધુથી વધુ જાણે.  સ્માર્ટ મની પ્લેટફોર્મ સાથે આવુ જ કરવામાં આવ્યુ છે. આ પ્લેટફોર્મ લોકોને શિક્ષિત કરતા એક પર્સનલાઈજ્ડ અપ્રોચ રાખે છે.  અને હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.  આ માત્ર યુઝર્સનો અનુભવ છે અને તેનો લાભ પહેલીવાર રોકાણકારો અને અનુભવી ટ્રેડર્સ દ્વારા સમાન રૂપે ઉઠાવી શકાય છે.  તેમનુ માનવુ છે કે સ્માર્ટ મની લોકોને સમજી વિચારીને રોકાણનો નિર્ણયથી લઈને સારુ રિટર્ન મેળવવામાં મદદ કરશે. 
 
રોકાણની યાત્રામાં નાણાકીય અભ્યાસ મુખ્ય 
 
એંજેલ બ્રોકિંગના સીઈઓ વિનય અગ્રવાલનુ કહેવુ છે કે કોઈપણ સંપન્ના રોકાણની યાત્રામાં નાણાકીય અભ્યાસ મુખ્ય તત્વ છે. આજે દેશમાં ટિયર -2  શહેરો, ટિયર-3  શહેરો અને તેમા પણ આગળથી રિટેલ ઈંવેસ્ટર નીકળી રહ્યા છે. આવા છુટક રોકાણકારોની વધતી સંખ્યાને જોતા સ્માર્ટ મની પ્લેટફોર્મને લૉન્ચ કરવામાં આવી રહ્યુ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind Vs Aus- પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ, ઑસ્ટ્રેલિયાએ 274 રન બનાવ્યા, ભારતે પાંચ વિકેટ ઝડપી