કોરોના કહેર ડામવા હવે યુરોપે વિદેશીઓના વિઝા ૧૯મી માર્ચથી રદ કરી દેવાની જાહેરાત કરી દીધી છે તેના પગલે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની છેલ્લી ફ્લાઇટ બુધવારે સવારે દોઢ કલાક વહેલી લંડન રવાના થઇ હતી. આ ફ્લાઇટ રાત્રે ૧૨ પહેલાં લંડનથી અમદાવાદ આવવા રવાના થઇ જશે. ઉપરાંત, ગો એરની અમદાવાદ આવતી-જતી કુલ ૨૦ ફ્લાઇટ રદ કરાઇ છે.
મસ્કત જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ પર રદ થઇ છે. ભારત સરકારે ચોક્કસ સમય સુધી વિદેશી પ્રવાસીઓને વિઝા રદ કરવાની જાહેરાત કરી છે. હાલ યુરોપના દેશોમાં કહેર વધતાં આ દેશોએ વિદેશી પ્રવાસીઓના વિઝા રદ કરવાની જાહેરાત કરી છે. તેથી અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ પણ રદ કરવી પડી છે. ૧૯મી માર્ચથી યુરોપની કનેક્ટિવિટી રદ કરવાની જાહેરાતને પગલે બુધવારે સવારે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી છેલ્લી ફ્લાઇટ રવાના થઇ હતી. ૧૯મી માર્ચે ૧૨ વાગ્યા પહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડનથી અમદવાદ પરત આવવા રવાના થઇ જશે. ત્યાર બાદ અચોક્કસ સમય સુધી ફ્લાઇટ રદ રહેશે. મુસાફરો અને ક્રૂની અછતને કારણે ગો એરની અમદાવાદને સાંકળતી કુલ ૨૦ ફ્લાઇટ રદ થઇ હતી. અમદાવાદથી મસ્કત જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા હતા.