Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Road Safety માટે Nitin Gadkari નો મોટો નિર્ણય, આ બધી કારમાં રહેશે 6 એયરબેગ

Road Safety માટે Nitin Gadkari નો મોટો નિર્ણય, આ બધી કારમાં રહેશે 6 એયરબેગ
, શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (18:46 IST)
રોડ સેફ્ટીને વધુ સારુ કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી માર્ગ પર દોડનારી દરેક કારમાં પેસેંજરને વધુ સુરક્ષા મળશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી  (Nitin Gadkari) એ  ટ્વિટર પર આની માહિતી આપી છે. 
 
દરેક કારમાં રહેશે 6 એયરબેગ 

 
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (MoRTH) નિતિન ગડકરીએ ટ્વીટ કરી કહ્યુ કે કારમાં 6 એયરબેગને અનિવાર્ય કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપી દીધી છે. આ કારના તમામ સેગમેન્ટમાં મુસાફરોની સુરક્ષાને સુનિશ્ચિત કરશે. કારની કિંમત અને વેરિઅન્ટને તેની સાથે કોઈ લેવાદેવા નથી
 
સામાન્ય માણસની કાર બનશે સુરક્ષિત
ગડકરીએ કહ્યું કે આ નિર્ણય M1 શ્રેણીની કાર માટે લેવામાં આવ્યો છે. M1 કેટેગરીમાં 5 થી 8 સીટર કારનો સમાવેશ થાય છે. આ રીતે હવે તમામ મિડ-રેન્જ કારમાં પણ 6 એરબેગ ફરજિયાત હશે. આ નવા નિર્ણય બાદ કારમાં બે સાઇડ એર બેગ અને બે બાજુના પડદા પણ લગાવવામાં આવશે, જે કારમાં પાછળ બેઠેલા મુસાફરોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજેટ 2022 - 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર