Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

એક્ઝિટ પોલના પરિણામોને કારણે શેયર બજારમાં બંપર ઉછાળો, 900 અંક ચઢ્યુ સેંસેક્સ

એક્ઝિટ પોલના પરિણામોને કારણે શેયર બજારમાં બંપર ઉછાળો, 900 અંક ચઢ્યુ સેંસેક્સ
, સોમવાર, 20 મે 2019 (10:42 IST)
લોકસભા ચૂંટણીને લઈને રવિવારે આવેલ એક્ઝિટ પોલના પરિણામો પછી સ્થિર સરકાર બનવાની શક્યતાથી શેયર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. અહી સેંસેક્સ લગભગ 900 અંકથી વધ્યુ છે. જ્યારે કે નિફ્ટી લગભગ 245 અંકથી વધુની છલાંગ લગાવી રહ્યુ છે. નિફ્ટીમાં માર્ચ 2016 પછી સૌથી મોટી તેજી જોવા મળી રહી છે.  નિફ્ટી ઈંટ્રા ડેમાં લગભગ 3 વર્ષની મોટી તેજી જોવા મળી છે. નિફ્ટીના 50માંથી 44 શેયરમાં ખરીદી જોવા મળી છે. જ્યારે કે બેંક નિફ્ટીના બધા 12 શેયરમાં તેજી જોવા મળી છે. બીજી બાજુ સેંસેક્સના 30માંથી 28 શેયરમાં તેજી જોવા મળી રહી છે. 
 
આજે પ્રારંભિક ટ્રેડિંગમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 770.41 પોઇન્ટ વધીને 38701.18 ની સપાટીએ ખુલ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 244.75 પોઈન્ટ વધીને 11651.90 ની સપાટીએ ખુલ્યો છે. પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીના 100 શેરનો સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ 2.5 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
 
સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં જોરદાર તેજી જોવા મળી છે. સોમવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 61 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.61 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 70.22 પર બંધ રહ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Exit Poll 2019 - એકવાર ફરી મોદી સરકાર પણ કોંગ્રેસની પણ સીટો વધશે, જાણો કોણે ક્યા મળી રહી છે કેટલી સીટ