Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજથી દરરોજ અલીરાજપુર થી પ્રતાપનગર વચ્ચે પેસેન્જર ટ્રેનની શરૂઆત

train blast
, શનિવાર, 13 ઑગસ્ટ 2022 (10:57 IST)
પશ્રિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે વડોદરા ડિવિઝનનાઅલીરાજપુર - પ્રતાપનગર રેલવે સેક્શન પર પ્રતિદિવસ યાત્રી ટ્રેનો ની તારીખ 13 ઓગસ્ટ 2022 થી શરૂઆત કરવા જઈ રહ્યું છે. ટ્રેન નંબર 09164 (મૂળ ટ્રેન 59118) અલીરાજપુર - પ્રતાપનગર પેસેન્જરને અલીરાજપુર થી 13 ઓગસ્ટએસ્પેશિયલના રૂપે આ ટ્રેન સવારે 12.30 કલાકે અલીરાજપુર થી ઉપડીને 15.40 કલાકે પ્રતાપનગરપહોંચશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનોએ રોકાશે.
 
તે અનુસાર તારીખ 14 ઓગસ્ટ 2022 (શનિવાર) થી પ્રતિદિવસ ટ્રેન નંબર 09164 (મૂળ ટ્રેન નં. 59118) અલીરાજપુર-પ્રતાપનગરપેસેન્જર સવારે 05.20 કલાકે અલીરાજપુર થી ઉપડીને 09.00 કલાકે પ્રતાપનગરપહોંચશે. માર્ગમાં આ ટ્રેન અંબારીરિછાવી, મોટી સાદલી, પાડલિયા રોડ, છોટાઉદેપુર, પુનિયાવત, તેજગઢ, પાવી, સુસ્કલ, જાબૂગામ, બોડેલી, જોજવા, છુંછાપુરા, સંખેડાબહાદુરપુર, અમલપુર, વધવાણા, ડભોઈ જંકશન, થુવાડી, ભીલુપુર, ખુંદેલા અને કેલનપુર સ્ટેશનો પર રોકાશે.
 
ટ્રેન નં. 09169 (મૂળ ટ્રેન નં. 59119) તારીખ 13 ઓગસ્ટ થી પ્રતાપનગરથીઅલીરાજપુર માટે ચાલશે. 18.25 કલાકે પ્રતાપનગરથીઉપડીને 22.00 કલાકે અલીરાજપુરપહોંચશે.
 
ટ્રેન નં. 09182 (મૂળ ટ્રેન નં. 59122) તારીખ 11 ઓગસ્ટ ને બદલે 13 ઓગસ્ટ 2022 થી છોટાઉદેપુર થી પ્રતાપનગર માટે ચાલશે. 11.10 કલાકે છોટાઉદેપુર થી ઉપડીને 14.15 કલાકે પ્રતાપનગરપહોંચશે.
 
ટ્રેન નં. 09164 (મૂળ ટ્રેન નં. 59118) અલીરાજપુર - પ્રતાપનગરપેસેન્જર તારીખ 14 ઓગસ્ટ 2022 થી નિયમિત સમય પત્રક અનુસાર ચાલશે. 05.20 કલાકે અલીરાજપુર થી ઉપડીને 09.00 કલાકે પ્રતાપનગરપહોંચશે.
 
 
કૃપા કરી ધ્યાન આપો:ટ્રેન નંબર 09181 (મૂળ ટ્રેન 59121) પ્રતાપનગર - અલીરાજપુરઅનરિઝર્વ્ડ સ્પેશિયલ
 
તારીખ 10 ઓગસ્ટ ને બદલે તારીખ 13 ઓગસ્ટ થી બીજી સૂચના સુધી સવારે 10.35
 
કલાકે પ્રતાપનગર થી ઉપડીને બપોરે 13.00 કલાકે છોટાઉદેપુરપહોંચશે. આ ટ્રેન છોટા
 
ઉદેપુર - અલીરાજપુર વચ્ચે સમય પરિવર્તનને કારણે આશિંક રૂપે રદ રહેશે.
 
ટ્રેન નંબર 09170 (મૂળ ટ્રેન 59120) અલીરાજપુર - પ્રતાપનગર સ્પેશિયલ તારીખ 13
 
ઓગસ્ટ થી પ્રતિદિવસ સાંજે 18.10 કલાકે છોટાઉદેપુર થી ઉપડી રાત્રે 20.50 કલાકે
 
પ્રતાપનગરપહોંચશે. આ ટ્રેન છોટાઉદેપુર - અલીરાજપુર વચ્ચે સમય પરિવર્તનને કારણે
 
આંશિક રૂપે રદ રહેશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર રોકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Selfie with Tiranga- ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત - નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી લઇ વેબસાઇટ ઉપર અપલોડ કરી શકશે