લદ્દાખમાં 20 ભારતીય સૈન્યકર્મીઓની શહાદત બાદ ચીની સામાનનો બહિષ્કાર કરવાની માંગ વચ્ચે ગુજરાતના રાજકોટના એક વેપારી ચીનની ભારતીય સહયોગી કંપની દ્વારા નિર્મિત કારના ઓર્ડરને કેન્સલ કર્યો છે. મયૂરધ્વજ સિંહ ઝાલાએ એસયૂવી 'એમઝી હેક્ટર' જુલાઇ 2019માં રાજકોટના એક ડીલર પાસે 51,000 રૂપિયા આપીને બુક કરાવી હતી. આ કાર એમજી હેક્ટર ઇન્ડીયા દ્વારા બનાવવામાં આવે છે જોકે ચીનના શંઘાઇ ઓટોમોટિવ ઇંડસ્ટ્રી કોર્પોરેશન (એસએઆઇસી)ની એક સહાયક કંપની છે. મયૂરધ્વજ ઝલાએ જણાવ્યું કે તેમને એવી કંપની કાર જોઇતી નથી, જેનો સીધો સંબંધ ચીનની સરકાર અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે છે. ડીલરની ઓફિસએ પણ ઓર્ડર રદ કરવાની પુષ્ટિ કરતાં પૈસા પરત કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા યુવાન મયુરધ્વજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જ્યારથી કોરોના ભારતને ભરડો લઈ રહ્યો છે ત્યારથી જ ચાઈના પ્રત્યે એક તિરસ્કારની લાગણી જન્મી છે અને ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી તણાવ ભરી સ્થિતિ ઉદભવી છે. ત્યારે મેં નક્કી કર્યું કે મારો શોખ ગૌણ છે પણ ચાઇનીઝ ચીજને તો જીવનમાં કયાંય પ્રવેશ આપવો નથી.