નાણાકીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરએ જણાવ્યુ કે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને 31 માર્ચ 2022 સુધી વધારી દીધુ છે. EPFO સ્કીમની સમયમર્યાદા પણ 31 માર્ચ 2022 સુધી વધારી નાખી છે એટલે કે સરકાર નવા નોકરીયાતના PF contributionમાં કંપનીનો ભાગ પણ આપશે. તેની સાથે જ મંત્રીએ ન્યુટ્રીએંટ આધારિત સબસિડી માટે સબસિડીનો એલાન પણ કર્યું.
નોકરિયાત વર્ગને સરકારની મોટી ભેટ,
હવે માર્ચ 2022 સુધી સરકાર ભરશે તમારા PFના પૈસા
કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની હાલની સમયમર્યાદા 30 જૂનથી વધારીને આગામી માર્ચ 2022 સુધી કરી દીધી છે.