Mixer Grinder Jar Cleaning: જો તમે મિક્સરનુ જાર પણ ગંદુ જોવાવા લાગ્યુ છે તો તમે તેને 5 મિનિટમાં નવાની જેમ ચમકાવી શકો છો તેના માટે તમને આ 3 ઉપાય કરવા પડશે.
How To Clean Mixer Grinder Jar: કિચનમાં મિક્સરના વગર કઈક પણ બનાવવુ મુશ્કેલ થાય છે. ડેલી લાઈફમાં ક્યારે શાક માટે મસાલો વાટવુ હોય છે તો ક્યારે જ્યુસ બનાવવુ હોય છે. દરરોજ આ બધી વસ્તુઓને ઉપયોગ કરવાથી જારમાં તેના ડાઘ ધીમે-ધીમે ચોંટી જાય છે. આ રીતે જાર પણ ગંદુ જોવાવે છે અને તેના પર
કીટાણુ પણ જામવા લાગે છે. તેથી તમે લીંબૂના છાલટાનુ, સેનિટાઈઝરનુ અને બેકિંગ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય તમે સફેદ સિરકાથી પણ જારને સાફ કરી શકો છો. તેના માટે પાણીની સાથે બે ચમચી સિરકો લો અને તેને મિક્સ કરી જારમાં નાખો. તે પછી મિક્સરને ઑન કરી દો.
લીંબુના છાલટાના આ રીતે કરો ઉપયોગ
શું તમે ક્યારે વિચાર્યુ છે કે લીંબુના છાલટાનુ પણ ઉપયોગ કરી શકાય છે. જો તમે મિકસરના જાર સાફ કરવા ઈચ્છો છો તો આ છાલટાથી કરી શકાય છે. સૌ પ્રથમ મિક્સરના જારને સાદા પાણીથી ધોઈ લો. હવે બરણીના તે ભાગો પર જ્યાં ડાઘ રહે છે ત્યાં છાલને ઘસો. થોડી વાર આમ જ રહેવા દો અને છેલ્લે પાણી વડે સાફ કરી લો.
સેનિટાઈઝરનુ કરી શકો છો ઉપયોગ
તમે સેનિટાઈઝરથી મિક્સરના જાર એકદમ નવાની જેમ બની શકે છે. આ હેક ખૂબજ ઓછા લોકોને ખબર હોય છે. જારમાં થોડુ સેનિટાઈઝર નાખો અને પછી ઢાકણ બંદ કરી મિક્સરનુ સ્વિચ ઑન કરી દો. તે પછી જારને પાણીથી ધોઈ લો. આ રીતે તમારા મિક્સરનુ જાર સાફ થઈ જશે અને તીવ્ર ગંધથી પણ દૂર થઈ જશે.
બેકિંગ પાઉડરથી થશે સાફ
બેકિંગ પાઉડરથી ડાઘ ધબ્બાને દૂર કરી શકાય છે. આ એક નેચરલ ક્લીનર છે. સાફ કરવા માટે એક વાટકીમાં બેકિંગ સોડા લો અને તેમાં થોડુ પાણી નાખી લો અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને જારના બન્ને તરફ લગાવી નાખો અને થોડી વાર માટે એમજ મૂકી દો. તે પછી તેને પાણી થી ધોઈ લો. આવુ કરવાથી ડાઘ તો સાફ થઈ જશે. જારમાંથી આવતી ગંધ પણ દૂર થશે.
(Edited By-Monica Sahu)