સૌરાષ્ટ્રનો ઉપરકોટ બે હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે. જેમાં અત્યારે જે રાણકદેવીનો મહેલ લગ્નમંડપ તરીકે ઓળખાય છે તેમાં 177થી વધુ સ્તંભ એ સમયની સ્થાપત્યકલાનો નમુનો છે. ઉત્તર ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના માણસો સૌરાષ્ટ્રમાં એક કૂંભારને ત્યાં રોકાયા હતા. જ્યાં તેમની નજર રાણક નામની એક સ્ત્રી પર પડી. દરબારીઓએ સિદ્ધરાજ જયસિંહને આ સુંદર યુવતી અંગે વાત કરી.
સિદ્ધરાજે તુરંત જ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેવામાં જૂનાગઢનો રાજા રા’ખેંગાર મજેવડી ગામે આવ્યો, જ્યાં તેની નજર રાણક સાથે મળી અને પહેલી નજરે પ્રેમ થયો, તેણે રાણક સાથે રાતોરાત લગ્ન કર્યા. આ વાતની ખબર સિદ્ધરાજ જયસિંહને પડી અને તેણે પહેલાં વઢવાણ અને પછી જૂનાગઢ પર હુમલો કર્યો. જેમાં ભત્રીજના દગાના કારણે રા’ખેંગારનો પરાજય થયો અને ઉપરકોટનો કિલ્લો ગુમાવ્યો. સિદ્ધરાજે પુનઃ રાણકદેવીને લગ્ન કરવા માટે કહ્યું પરંતુ રાણકદેવીએ લગ્ન કરવાના બદલે સતી થવાનું નક્કી કરી છે.
જ્યારે રાણકદેવી મહેલની મુલાકાત લેવા જાઓ ત્યારે અનેક શિલાઓ પડતાં પડતાં રહી ગઇ હોય તેવું દેખાય છે. રાણકદેવી જે સ્થળે સતી થયા ત્યાં તેમનું દેવળ બનાવવામાં આવ્યું હતું. રાણકદેવી દેવળ પાસે એક મોટુ ભોયરુ છે. ભોયરુ વઢવાણથી જૂનાગઢ ગીર સુધી હોવાનું મનાય છે. હાલ સંરક્ષિત જાહેર રાષ્ટ્રીય સ્મારક રાણકદેવી દેવળની યોગ્ય દેખરેખ રખાતી નથી. જાળવણી વિના કાળની થપાટો સામે ઝીંખ ઝીલતુ વઢવાણું રાણકદેવ મંદિર અડીખમ ઉભુ છે.